ગુજરાત રાજ્યમાં કોરોના ની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઇ હતી પરંતુ હાલના સમયમાં કોરોના ની બીજું લેયર ધીમે-ધીમે ઓછી થઈ રહી છે અને રાજ્યમાં કોરોના કેસ પણ ખૂબ જ ઓછા નોંધાઈ રહ્યા છે. પરંતુ હજુ રાજ્યમાં કોરોના ની બીજી લહેર ગઈ નથી.
ત્યારે સંભાવિત ત્રીજી લહેર ને લઈને રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. ત્યારે આજરોજ ગુજરાત સરકાર દ્વારા RTPCR રિપોર્ટના ચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો છે. નિર્ણય મુજબ હવે ખાનગી લેબમાં RTPCR ટેસ્ટ માત્ર 400 રૂપિયામાં થઈ શકે છે.
મળતી માહિતી મુજબ પહેલા લેવામાં આવતા ચાર્જમાં 300 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પહેલા ઘરે બેઠા બેઠા RTPCR ટેસ્ટ કરાવવા માટે 900 રૂપિયા ચાર્જ લેવામાં આવતો હતો.
પરંતુ હવે તે ચાર્જમાં ઘટાડીને કરવામાં આવ્યો છે. દર્દીના ઘરે જઈને જો RTPCR ટેસ્ટ કરવામાં આવશે તો તેનો ચાર્જ 550 રૂપિયા થશે. આ ઉપરાંત એરપોર્ટ પર ટેસ્ટ લેવાતા ચાર્જમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.
જો તમે અગાઉ એરપોર્ટ પર રિપોર્ટ કરાવો છો તો 4000 રૂપિયા ચાર્જ લેવામાં આવતો હતો. પરંતુ હવે તેમાં ઘટાડો કરીને 2700 રૂપિયા કરી દેવામાં આવ્યું છે.
તેમજ સીટી સ્કેન ના ચાર્જમાં પણ 500 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે સીટી સ્કેન નો ભાવ 2500 રૂપિયા કરાયો છે.
હવે દર્દીના ઘરે જઈને RTPCRનો ટેસ્ટ કરવાના 550 રૂપિયા થશે, ખાનગી લેબમાં RTPCR ટેસ્ટ માત્ર 400 રૂપિયામાં થઈ શકશે, સિટી સ્કેનમાં ચાર્જમાં પણ રૂપિયા 500નો ઘટાડો કરીને રૂપિયા 2500 કરાયા, પહેલા લેવાતા ચાર્જમાં 300 રૂપિયાનો કરાયો ઘટાડો, એરપોર્ટ પર ટેસ્ટ માટે લેવાતા ચાર્જમાં પણ ઘટાડો કરાયો, દર્દીના ઘરે જઈને RTPCR ટેસ્ટ કરવાનો ચાર્જ અગાઉ 900 રૂપિયા હતો, એરપોર્ટ પર ટેસ્ટિંગના ચાર્જમાં 4 હજારથી ઘટાડીને 2700 કરાયો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment