ગુજરાત રાજ્યમાં દિવાળી પછી કોરોના ના કેસો માં ખૂબ જ વધારો થયો હતો અને મોટી સંખ્યામાં લોકો દિવાળીની ખરીદી કરવા માટે અને લોકોને તહેવારની શુભકામના આપવા માટે એકબીજાને એકબીજાને મળ્યા હોવાથી સંક્રમણમાં વધારો થયો હતો. રાજ્ય સરકાર દ્વારા શાળા-કોલેજ ખોલવાનો નિર્ણય પણ મોકૂફ રાખવામાં આવ્યો હતો અને રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યું હતું.
કોરોના મહામારી વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાત્રિ કરફ્યુ ને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું.રાત્રે કરફ્યુ ને લઈને મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, દિવાળી પછી જે રીતે કેસ વધ્યા હતા અને તહેવારોના કારણે સરકારે તાત્કાલિક પગલાં લીધા હતા. અત્યારે કેસમાં ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે.
અને સરકારનાં જાહેરનામા મુજબ 31 ડિસેમ્બર સુધી રાત્રિ કરફ્યુ રહેશે અને ત્યારબાદ રીવ્યુ કરીને કર્ફ્યુ બાબતે નિર્ણય લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા રાજકોટમાંથી રાત્રી કર્ફ્યુ હટાવી લેવાની માંગ ઉઠી હતી.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાંથી કરફ્યુ હટાવી લેવામાં આવે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment