ગુજરાત રાજ્યમાં કોરોના ની બીજી લેર ખૂબ જ ઘાતક સાબિત થઇ હતી અને કોરોના ની બીજી લહેરને કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને ઘણા લોકો તો કોરોના ના કારણે રોજગારી અને ધંધા વગરના થઈ ગયા છે પરંતુ હાલમાં દિવસેને દિવસે રાજ્યમાં કોરોના કેસ ઘટી રહ્યા છે.
ત્યારે રાજ્ય સરકાર દ્વારા ધીમે ધીમે અનલૉક પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ત્યારે ફરી એક વાર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે રાજ્યમાં જો ફરી એક વખત કોરોના કેસમાં વધારો શરૂ થયો હતો.
જે નિયમોમાં છુટછાટ આપવામાં આવી છે તે નિયમો ફરીથી પરત ખેંચી લેવામાં આવશે. મહત્વનું એ છે કે રાજ્યમાં હાલમાં કોરોના કેસ દિવસેને દિવસે ઘટી રહ્યો છે.
છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં કોરોના નવા 17 કેસ નોંધાયા છે અને સતત 16 દિવસથી રાજ્યમાં કોરોના ના કારણે એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે જો આગામી સમયમાં રાજ્યમાં કોરોના નું સંક્રમણ વધશે તો પહેલા જે મદદ કોરોના કડક કાયદા ફરી એક વખત લગાવી દેવામાં આવશે. આ ઉપરાંત મળતી માહિતી મુજબ કોરોનાનુ સંક્રમણ રાજ્યમાં હાલમાં ઘટી રહ્યું છે.
પરંતુ શ્રાવણ માસમાં આવતા તહેવારો ના કારણે સંક્રમણ વધે નહીં તે માટે તહેવારો પર પ્રતિબંધો લગાવવામાં આવી શકે છે. આ ઉપરાંત ધાર્મિક સ્થળો અને મંદિરો માં મુજબ દર્શનાર્થીઓને દર્શન કરવા માટે જવા દેવામાં આવશે..
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment