હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ની મોટી આગાહી, બંગાળ ની ખાડી માં લો પ્રેશર સર્જાતા…

139

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સારો માહોલ જામ્યો છે ત્યારે અનેક રાજ્યોમાં સારો વરસાદ ખાબકયો છે અને અનેક જગ્યાએ તો વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. આ વર્ષે સૌથી વધુ વરસાદ વલસાડમાં નોંધાયો છે.

ક્યારે હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ ની આગાહી મુજબ છે જેના કારણે ગુજરાતમાં આગામી સમયમાં વરસાદી માહોલ જામી શકે છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂઆતમાં ખૂબ જ સારો રહેશે ત્યારબાદ વરસાદ ફરી પાછું ખેંચી શકે છે.

આ ઉપરાંત અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદ પડી શકે છે. કારણ કે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર ના કારણે અંબાલાલ પટેલે આગામી 24 કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આગામી 24 કલાકમાં સાબરકાંઠા, મહીસાગર અને અરવલ્લી માં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે ની પણ સૂચનાઓ આપવામાં આવી છે આ વર્ષે રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીનો સરેરાશ 35.24 ટકા વરસાદ નોંધાયો છે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ઝારખંડ અને મધ્યપ્રદેશમાં અતિભારે વરસાદ પડી શકે છે આ ઉપરાંત રાજસ્થાન, ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!