પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાતમાં ત્રણ પ્રોજેક્ટ નું ઇ લોકાપર્ણ કર્યું હતું.ગિરનાર ખાતે રોપ- વે પ્રોજેક્ટનું લોકાર્પણ વખતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઊર્જા મંત્રી સૌરભ પટેલ બને ઉપસ્થિત રહ્યા હતા.સૌરભભાઈ પટેલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી રૂપાણી ખેડૂતો માટે એક ખાસ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનાની જાહેરાત કર્યા પહેલા મુખ્યમંત્રી રૂપાણી ઉદઘાટન બાદ સંબોધન કરતા કહ્યું કે, સમગ્ર ગુજરાત વતી હું પ્રધાનમંત્રી મોદી નો આભાર માનું છું. ખેડૂતો માટે સારા સમાચાર છે.
આજના પવિત્ર દિવસે ત્રણ મહત્વકાંક્ષી યોજનાઓ ઇ લોકાપર્ણ કરવામાં આવ્યું છે. પીએમ મોદીના ગુજરાત માટેના સપના જે સિદ્ધ થયા છે.ગામડાઓમાં 24 કલાક વીજળીની જયોતિગ્રામ યોજના શરૂ કરવામાં આવી છે. નરેન્દ્ર મોદીની કર્તવ્યનિષ્ઠા થી લોકોના દુઃખ દૂર થયા.
ખેડૂતો રાત્રે વીજળીથી અનેક સમસ્યાઓ હતી અને હવે ખેડૂતોની સમસ્યા પણ દૂર થશે.1055 ગામડા માંથી આજથી દિવસે વીજળીની યોજના શરૂ થશે. વીજળી આવતા જ ખેડુતો થઈ જશે બહુ રાજી.
3 વર્ષમાં તમામ ગામમાં યોજનાઓ શરૂ થશે અને ખેડૂતોને રાત્રી ઉજાગરા બંધ થશે. આથી ખેડૂતોને ઘણો લાભ થશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment