લોકોના હિત માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી મોટી જાહેરાત

ગુજરાતમાં ફાયરસેફ્ટી ને લઈને કોર્ટમાં મોટા ઘટસ્ફોટ થયા બાદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજરોજ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં તમામ જગ્યાએ ફાયરસેફ્ટી નું એન.ઓ.સી ફરજીયાત હોવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં સંકુલો, સ્કૂલો, કોલેજો, હોસ્પિટલો,હાઇરાઇઝ બિલ્ડીંગો, ઉદ્યોગિક એકમો માટે NOC ફરજિયાત કરી દીધું છે અને દર છ મહિને ફાયર સેફટી NOC રીન્યુઆલ કરાવવું પડશે. તેના માટે રાજ્યમાં ખાસ ફાયર સેફટી ઓફિસર ઓની નિમણુક કરવામાં આવશે.

આ વિષય પર મળતી માહિતી પ્રમાણે,રાજ્યમાં ફાયરસેફ્ટીના કડક અમલ થી લોકોના જાનમાલ મિલકતને આજથી રક્ષણ આપવા માટે મુખ્યમંત્રી રૂપાણી આજે એક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય લીધો છે.રાજ્ય સરકાર આ હેતુસર પ્રાઇવેટ યુવા ઇજનેરો અને જરૂરી તાલીમ બાદ ફાયર સેફટી ઓફિસર તરીકે પ્રેક્ટિસ કરવા પરવાનગી આપશે.

આ ઓફિસર પાસેથી દરેક મકાન માલિક,કબજેદારો, ફેક્ટરી ધારકો ઍ NOC દર છ મહિને રિન્યુઆલ કરાવવું પડશે.શહેરીકરણના વધતા વ્યાપ સામે આવા ફાયરસેફ્ટી ઓફિસરોની સેવાઓ વ્યાપક સ્તરે મળતી થવાથી NOC મેળવવાનું અને રેન્યુઆલ સરળતાથી થઈ શકશે.

બિલ્ડીંગના પ્રકાર અને ઉપયોગ ના આધારે ફાયરસેફ્ટી ને લગતી તમામ પ્રકારની તાલીમ માટે રાજ્ય સરકાર ઓફ લાઈન અને ઓનલાઇન સર્ટીફીકેટ તાલીમ મોડ્યુલ વિકસાવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*