ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. તેના કારણે ગુજરાત હાઈકોર્ટે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બેઠક કરી હતી અને આ બેઠકમાં સરકારની બેદરકારી ઓ વિશે ચર્ચા થઈ હતી. હા બેઠકથી મુખ્યમંત્રી વિજય રૂપાણી એક અનોખું કાર્ય કર્યું રાજ્ય સરકારે હાઇકોર્ટ સમક્ષ સોગંદનામું રજૂ કર્યું.
રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ આ એક પાના નું સોગંદનામું હાઇકોર્ટ સમક્ષ રજૂ કર્યું હતું અને તેમાં તેમનો દાવો છે કે રાજ્યમાં બેડની કોઈપણ પ્રકારની અછત સર્જાઈ નથી.
સોગંદનામા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અને આરોગ્ય સચિવ જયંતિ રવિએ કેટલાક મુદ્દાઓ એડ કર્યા તા જેમકે તેમણે કહ્યું હતું કે રાજ્યમાં કોઈપણ પ્રકારના lockdown ની સરકાર વિચારણા કરી રહી નથી.
મોરબીમાં સાડા પાંચસો બેડની બે કોવિદ હોસ્પિટલ ઊભી કરી હતી. તેમને કહ્યું હતું કે ખાનગી હોસ્પિટલમાં કોરોના દર્દી નો કોઈ પણ ખર્ચો થાય તેના 20 ટકા પૈસા અમદાવાદ મ્યુનિસિપલ ચૂકવે છે.
અને એ પણ જણાવ્યું હતું કે રાજ્યમાં કોઈપણ પ્રકારનો વિકેન્ડ કરફ્યુ નહિ લાગે.રાજ્યમાં કોરોના ના કારણે શહેરમાં આવતા કેસોની સંખ્યા જોઈએ તો અમદાવાદમાં 2526, સુરતમાં 1651, રાજકોટમાં 653.
વડોદરામાં 452, જામનગરમાં 308, મહેસાણામાં 191, ભાવનગરમાં 165, ભરૂચમાં 124, ગાંધીનગરમાં 120, બનાસકાંઠામાં 119 તેવા વિવિધ રાજ્યોમાં અલગ-અલગ કેસ નોંધાયેલા છે.
રાજ્યમાં કુલ નવા કેસો 7410 કેસ નોંધાયેલા છે. જેમાં 1642 દર્દીઓ કોરોના થી મુક્ત થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 3,23,371 વ્યક્તિઓ કોરોના થી ડિસ્ચાર્જ થયા છે.
અત્યારે રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 38,996 છે. 45 વર્ષથી વધુ ઉંમરના લોકોએ વેકેશન નો ડોઝ લેવો પડે તે ફરજિયાત છે. આજ સુધી 45 વર્ષના વધુ વયના 1,18,004 લોકોએ વેક્સિન નો પ્રથમ ડોઝ લઈ લીધો છે.
હાલમાં સરકાર રાજ્યમાં રસીકરણ ઝડપી બનાવવા પ્રયત્ન કરી રહી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાથી રિકવરી મળતા લોકોની ટકાવારી 89.96 ટકા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment