ગુજરાત રાજ્યની વિજય રૂપાણી સરકારે રાજ્યની 8 મહાનગરપાલિકા ઉપરાંત બીજા 12 શહેરો મળીને કુલ 20 શહેરમાં રાતના આઠ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ કરવાનો મંગળવારે રાતે નિર્ણય લીધો હતો.
ગુજરાત સરકાર ની કોર કમિટીની મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.મહત્વની વાત એ છે કે આ નિર્ણય લેવા માટે વિજય રૂપાણી સરકાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ચર્ચા કરી હતી.
ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં લોકડાઉન લાગુ પડે તેવી સ્થિતિ હોવાની ટકોર કરીને રાજ્યમાં ત્રણથી ચાર દિવસ માટે કરફ્યુ લાદવા નું કહ્યું.
પછી વિજય રૂપાણીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ અને આરોગ્ય સચિવ ઉપરાંત અન્ય અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી ત્યારબાદ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.
ગુજરાતમાં કોરોનાવાયરસ હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં દિવસેને દિવસે કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં એપ્રિલના છ દિવસમાં નવા કેસમાં પણ રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે.
છેલ્લા છ દિવસમાં રાજ્યમાં કોરોના ના નવા 17 હજાર 180 પોઝિટિવ કેસ નોંધાયા છે. મંગળવારે કોરોના ના નવા 3280 પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે 121 દિવસ બાદ કોરોના ની સારવાર દરમિયાન 17 દર્દીઓના મૃત્યુ નોંધાયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment