ભારતના કેટલાક રાજ્યોમાં ફરી એક વખત કોરોના ની બીજી કહેર નો વિસ્ફોટ થયેલો જોવા મળી રહ્યો છે. દેશમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાંથી કેસો આવી રહ્યા છે અને મહારાષ્ટ્રના પ્રભાવિત જિલ્લાઓમાં મુંબઈ, પુણે, થાણે, નાસિક અને નાગપુર જિલ્લાનો સમાવેશ થાય છે.
ક્યાં સૌથી વધારે કેસો આવી રહ્યા છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ લોકડાઉન અંગે જણાવ્યું કે જો વર્તમાન કોરોના ની સ્થિતિ આ જ રીતે બની રહેશે તો મારે ફરજિયાત પણે લોકડાઉન લગાવવું જ પડશે.
તેઓએ વધુમાં જણાવ્યું કે, આવનારા દિવસોમાં અમે રોજના 2.5 લાખ RT PCR પરીક્ષણ કરવાનો લક્ષ્ય રાખ્યો છે અને હોસ્પિટલમાં અમે બેડ વધારી દેશું.અમે દરરોજ ત્રણ લાખ વેક્સિન આપી રહ્યા છીએ.
અને અમારો લક્ષ્યાંક 5 લાખ વેક્સિન આપવાનો છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 65 લાખ લોકોને રસી અપાઈ અને હવે ટેસ્ટ અને વેકસીનેશન માં વધારો થઈ રહ્યો છે.કોરોના કેવી રીતે રોકાશે તે હજુ ખબર પડતી નથી.
પુણેના ડિવિઝનલ કમિશ્નર સૌરભ રાવે આ જાણકારી આપી છે કે આગળના સાત દિવસો સુધી બાર, હોટલ અને રેસ્ટોરન્ટમાં રહેશે. લગ્ન અને અંતિમ સંસ્કાર સિવાય કોઈપણ પ્રકારના સાર્વજનિક કાર્યક્રમોમાં પણ રોક લગાવવામાં આવશે.
અને લગ્નમાં 50 થી વધુ અને અંતિમ સંસ્કારમાં 20 થી વધુ લોકોને એકત્રિત કરવાની અનુમતિ આપવામાં નહીં આવે. આ સમય દરમિયાન ધાર્મિક સ્થળો પણ સંપૂર્ણ રીતે બંધ રહેશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment