મુખ્યમંત્રી ઉદ્ભવ ઠાકરેએ કોરોનાને કાબૂમાં લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે માંગી મોટી મદદ, જાણો વિગતે.

દેશમા કોરોનાની મહામારી માં મહારાષ્ટ્રમાં કોરોના ની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઇ હતી. તેઓમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. આ બેઠકમાં કોરોનાની મહામારી વિશે ચર્ચાઓ કરી હતી.

અને આગામી ત્રીજી લહેરને કેવી રીતે અટકાવી અને દેશની જનતાને કોરોના થી કેવી રીતે બચાવી તેની ચર્ચા કરી હતી. બેઠકમાં દરેક મુખ્ય મંત્રીએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. ત્યારે કોરોના ના કેસ અટકાવવા માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ભવ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસેથી મદદ માંગી છે.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે સરકાર કોરોનાની મહામારી ના સંકટમાં ઘેરાયેલું છે. ત્યારે ધાર્મિક, સામાજિક અને રાજકારણને લગતા કાર્યક્રમો માં થતી ભીડને અટકાવવા માટે કેન્દ્ર સરકારે એક રાષ્ટ્રીય નીતિ બનાવી જોઈએ.

આ ઉપરાંત ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે કોરોનાની મહામારી માં રસીકરણ નું વિતરણ કરવું જોઈએ. ઉપરાંત ઉદ્ધવ ઠાકરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે માંગ કરી કે ત્રણ કરોડ રસી આપવામાં આવે તેવી અમારી માંગ છે. જેના કારણે રાજ્યમાં રસીકરણ કાર્યક્રમ ઝડપી બની શકે.

મળતી માહિતી મુજબ મહારાષ્ટ્ર સરકારે કોરોના ની બીજી લહેર માં કરેલી કામગીરીને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત કોરોના ની ત્રીજી લહેર નો સામનો કરવા માટે મહારાષ્ટ્ર સરકારે એક રણનીતિ પણ બનાવી છે.

ઉપરાંત ઉદ્ધવ ઠાકરેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં કોરોના કેસ અને કોરોના થી મૃત્યુના દરમાં ઘટાડો આવી રહ્યો છે અને રાજ્ય સરકાર તેમાં વધુ સારા કામ કરવાની યોજના તરફ આગળ વધી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*