દેશમાં કોરોનાની મહામારી વચ્ચે રાજકીય પક્ષોમાં હલચલ મચી રહી છે ત્યારે કર્ણાટકમાં રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે કર્ણાટકના મુખ્યમંત્રી યેદીયુરપ્પા રાજીનામું આપવાના છે.
આ સમગ્ર મામલા પર તેઓ દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે પણ મુલાકાત લઈ ચૂક્યા છે. તેમજ ગત રોજ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી છે.
છેલ્લા ઘણા સમયથી કર્ણાટકના મુખ્યમંત્રી યેદીયુરપ્પાને તેમના મંત્રીઓ સાથે વિરોધ ચાલી રહ્યો છે. આ ઉપરાંત કર્ણાટકના મુખ્યમંત્રી યેદીયુરપ્પા પણ ભ્રષ્ટાચારના આરોપ માં ફસાઈ ચુક્યા છે.
અને બીજા ઘણા આરોપો તેમના પર લાગી ચૂક્યા છે. જો કર્ણાટકના મુખ્યમંત્રી યેદીયુરપ્પા રાજીનામું આપશે તો કર્ણાટકની રાજનીતિમાં મોટી ઉથલપાથલ થઇ શકે છે.
અને કર્ણાટકના નવા મુખ્યમંત્રી કોણ છે તેને લઈને પણ ઘણા સવાલો ઊઠી શકે છે. જો કર્ણાટકના મુખ્યમંત્રી યેદીયુરપ્પા રાજીનામું આપશે તો ભાજપમાં પણ હલચલ મચી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.