તૌકતે વાવાઝોડામાં નુકશાન પામનાર નળિયા અને પતરા અંગે મુખ્યમંત્રી રૂપાણીએ અધિકારીને આપ્યો આ આદેશ, જાણો વિગતે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તૌકતે વાવાઝોડા બાદ અમરેલી જિલ્લાની સમગ્ર સ્થિતિનું આકલન કરી પીપાવાવ ખાતે સમીક્ષા બેઠક યોજી જિલ્લા વહીવટીતંત્રને પુનઃવસન ની ઝડપી અને અસરકારક કામગીરી કરવા દિશા નિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રી અમરેલી જિલ્લામાં માનવ મૃત્યુ, માલ મિલકતના નુકશાન સર્વે.

તેમજ કેશ ડોલ્સ સહાય નું આયોજન, રોડ રસ્તા નુકસાન, વીજ પુરવઠો, પાણી પુરવઠો, ખેતી તેમજ બાગાયતી પાકોના નુકસાન, જળ સિંચન અંગેનું આયોજન, મોબાઇલ ટાવર પુનઃ કાર્યરત કરવા જેવા વિષય ઉપર અધિકારીઓ સાથે સવિસ્તાર સમીક્ષા કરી તેઓને માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્યમંત્રીએ તાત્કાલિક અસરથી સમગ્ર અમરેલી જિલ્લામાં વીજપુરવઠો યુદ્ધના ધોરણે શરૂ કરવા અને ડીજે સેટ ની મદદથી અસરગ્રસ્ત ગામોમાં પીવાના પાણીનો જથ્થો ઘરે-ઘરે પહોંચાડવા અધિકારીઓને તાકીદ કરી હતી.

મુખ્યમંત્રીએ કાચા પાકા મકાનોને નુકસાન નો વ્યાપક સર્વે કરી અસરગ્રસ્તોને સહાય ચૂકવવા અને નળીયા પતરાં એકદમ પડતર ભાવે લોકોને ઉપલબ્ધ થાય તે માટે સંબંધિત વિભાગને સૂચના આપી છે.

આ બેઠકમાં મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટર આયુષ ઓકે અમરેલી જિલ્લાની વાવાઝોડા બાદની પરિસ્થિતિ રાહત અને પુનઃ વસન કાર્યો વિશે માહિતી આપી હતી.

આ બેઠકમાં અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી ધર્મેન્દ્ર, દિલીપ સંઘાણી, સાંસદ નારણભાઇ કાછડીયા, ધારાસભ્ય જેવી કાકડિયા, પૂર્વ ધારાસભ્ય હિરાભાઇ સોલંકી, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, જિલ્લા કલેકટર આયુષ રોક, રેન્જ આઇજી અશોકકુમાર યાદવ સહિતના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*