દેશમાં કોરોનાની મહામારી ના કારણે સમગ્ર રાજ્યમાં શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી હતી પરંતુ હવે કોરોના ની બીજી લહેર ધીમેધીમે ઘટી રહી છે એટલે ધીમે ધીમે રાજ્યમાં શાળા-કોલેજો ખોલવામાં આવી રહી છે. ગુજરાતમાં આજે શાળાઓ ખુલ્લી મૂકી છે અને ધોરણ 10 અને 12 ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા પણ શરૂ થઈ ગઈ છે.
પરંતુ દેશની રાજધાની દિલ્હીમાં ભલે કોરોના ના કેસ ઘટી ગયા છે પરંતુ હાલમાં સરકાર શાળા ખોલવાની લઈને કોઈ તૈયારી દેખાડી નથી. આજે મીડિયા સાથે વાતચીત દરમિયાન અરવિંદ કેજરીવાલે સ્પષ્ટ કહી દીધું કે શાળા-કોલેજો હમણાં ખુલશે નહીં.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતી માહિતી મુજબ આગામી સમયમાં કોરોના ની ત્રીજી લહેરાવવાની છે તે માટે જ્યાં સુધી રાજ્યમાં તમામ લોકો રસી નહીં રહે ત્યાં સુધી અમે કોઈ પણ જોખમ લેવા માંગતા નથી.
દિલ્હીમાં કોરોના ની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઇ હતી. કોઈ રીતે કોરોના ની બીજી લહેર માંથી બહાર આવવામાં સફળતા મળી છે. નિષ્ણાતોનું માનવું છે.
કે દિલ્હીમાં ભલે અત્યારે કોરોના ના કેસ ઘટી રહ્યા છે પરંતુ કોરોનાના નિયમનું પાલન થતું નથી. જોર જનતા જ રીતે કોરોના નિયમનું ઉલ્લંઘન કરતી રહેશે તો ત્રીજી લહેરને આવવામાં વાર નહીં લાગે.
આ ઉપરાંત દિલ્હી માં આવે તે પહેલા જ જેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દિલ્હીમાં આજે 72 નવા કોરોના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના ના કારણે એક દર્દીનું મૃત્યુ થયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment