દિલ્હીમાં લોકડાઉન નો સમયગાળો વધુ 1 અઠવાડિયા લંબાવાયો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને તેની જાણકારી આપી છે. આ પહેલા પણ મુખ્યમંત્રી કેજરીવાલે 1 અઠવાડિયાના લોકડાઉન માં વધારો કર્યો હતો અને કહ્યું હતું કે કોરોના સામે લડવાની રીતનું આ છેલ્લું શસ્ત્ર છે.
જેના દ્વારા ચેપગ્રસ્ત લોકોના આંકડાઓ અને તેમાંથી મૃત્યુની સંખ્યા ને નિયંત્રિત કરી શકે છે. દિલ્હી સરકારે લોકડાઉન માટે માર્ગદર્શિકા જારી કરી છે જેમાં કેટલીક સેવાઓ પર પ્રતિબંધ મુક્તિ આપવામાં આવશે.
જ્યારે અમુક કેટેગરીના લોકોને તેમનો આઇડી કાર્ડ લઈને બહાર નીકળવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. જ્યારે અન્ય મહત્વની સેવાઓ માટે ઇ પાસ કરવો પડશે.
હાલમાં દિલ્હીમાં ત્રણ મે સુધી સવારે 05:00 સુધી લોકડાઉન નો આદેશ છે પરંતુ દિલ્હી સરકારે આજે તેને લંબાવી દીધું છે કારણ કે રાજ્યમાં વાયરસની સ્થિતિ સતત કથળી રહી છે અને મૃત્યુઆંકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.
દેશમાં બેકાબૂ બનેલી લહેર અટકાવવાનું નામ નથી લઈ રહી. દેશમાં દરરોજ આવનારા કેસની વાત કરવામાં આવે તો ગઈકાલની વાત કરવામાં આવે તો પ્રથમ વખત આંકડા ચાર લાખથી વધારે કેસો નોંધાયા હતા.
સ્વાસ્થ્ય મંત્રાલયના ગઈકાલે આવેલા આંકડા અનુસાર 4,01,993 નવા કેસો નોંધાયા હતા 3523 લોકોના મોત થયા છે.જોકે 24 કલાકમાં 2,99,988 લોકો ઠીક પણ થયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment