વડોદરામાં 22 માર્ચે બનેલી ઘટનાએ સમગ્ર ગુજરાતની જનતાને હચમચાવી દીધી હતી. 22 માર્ચ મંગળવાર ના રોજ એક તરફી પ્રેમમાં પાગલ બનીને કલ્પેશ ઠાકોર નામના યુવકે તૃષા સોલંકી નામની યુવતીનો જીવ લઇ લીધો હતો. ઘટના બન્યા બાદ વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં જ આરોપી કલ્પેશને ઝડપી પાડયું હતું.
ત્યારે હવે તૃષા કેસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરા શહેર પોલીસ દ્વારા ઘટના માત્ર દોઢસો કલાકના સમયગાળામાં 150 પાનાની ચાર્જશીટ તૈયાર કરાવી દેવામાં આવી છે. આજરોજ 150 પાનાની ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવી છે. આ માહિતી પોલીસ સુત્રો પાસેથી જાણવા મળી છે.
આ સમગ્ર ઘટનાને લઇને એસીપી ક્રાઈમ બ્રાન્ચ ચૌહાણે જણાવ્યું કે, અમે આજરોજ ચાર્જશીટ દાખલ કરવા માંગીએ છીએ. આ ઉપરાંત અમે પબ્લિક પ્રોસિક્યુટરની પણ માંગે કરવાના છીએ. એક માસૂમ દીકરીનો આ રીતે જીવ લઈ લેવામાં આવ્યો છે.
આ કારણોસર આરોપી કલ્પેશને કડકમાં કડક સજા મળે તે માટેની રજૂઆત કરશે. ચાર્જશીટમાં પુરાવા તરીકે અમે કલ્પેશ ઠાકોરની મુવમેન્ટ દર્શાવતા સીસીટીવી ફૂટેજ, દીકરીનો જીવ લેવામાં વપરાયેલી વસ્તુ, મોબાઇલ ફોનની કોલ ડિટેલ્સ, તબીબી પરીક્ષણો અને 25 જેટલા લોકોના નિવેદનો રજૂ કરવામાં આવશે.
થોડાક દિવસો પહેલા આરોપી કલ્પેશની માતાએ પોતાના દીકરાનો બચાવ કરવા માટેના પ્રયાસો કર્યા હતા. આરોપી કલ્પેશની માતાનું કહેવું છે કે, છોકરી ના પણ સામેથી ફોન આવતા હતા. જ્યારે છોકરી નો ફોન આવતો અને હું ફોન ઉપાડતી ત્યારે છોકરી ફોન કટ કરી નાખતી હતી.
આરોપી કલ્પેશ ની માતા એ વધુમાં કહ્યું હતું કે, અમે અમારા દીકરા નો બચાવ ઈચ્છીએ છીએ. જેટલી બને તેટલી ઓછી સજા મળે. મારા દીકરાનો પણ વાંક છે અમે ના નથી પાડતા. પણ છોકરી ના પણ ફોન આવતા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment