મિત્રો ગુજરાતમાં ચારણ ઋષિ તરીકે ઓળખાતા એવા મણીધર બાપુને તો તમે સૌ કોઈ લોકો ઓળખતા જ હશો. મણીધર બાપુ માં મોગલના ઉપાસક છે. માતાજી મોગલે મણીધર બાપુને પરચો આપ્યો હતો અને દર્શન પણ આપ્યા હતા.
ત્યારે હાલમાં તો મણીધર બાપુ કબરાઉ ધામ બિરાજમાન છે. મિત્રો અહીં જાવ ત્યારે તમને મનમાં એક સવાલ થતો હશે કે, માં મોગલનો ફોટો રુદ્ર સ્વરૂપમાં કેમ છે. આ સવાલનો જવાબ આપતા મણીધર બાપુએ જણાવ્યું કે, માં મોગલે મને આ સ્વરૂપમાં દર્શને દીધા હતા.
મણીધર બાપુ કહે છે કે માં મોગલ અઢારે વરણની માતા છે. મણીધર બાપુએ વધુમાં કહ્યું કે, માં મોગલ ને કોઈ પણ પ્રકારના દાન ભેટની કે રૂપિયાની જરૂર નથી. માતાજી તો મોગલ માત્ર ભક્તોના ભાવની ભૂખી છે. જો કોઈ પણ ભક્ત અહીં આવીને સાચા મનથી માં મોગલના ચરણોમાં નમે છે. તો માં મોગલ તેની બધી મનોકામના પૂર્ણ કરે છે.
વધુમાં મણીધર બાપુએ કહ્યું કે આજે ઘણા એવા લોકો છે જેઓ મંદિરમાં ધંધો શરૂ કરી નાખ્યો છે. હું અંદર શ્રદ્ધાનો વિરોધી છું, માત્ર માં મોગલ પર વિશ્વાસ રાખશો તો તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે. જ્યાંથી દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલની શરૂઆત થાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment