મિત્રો અમદાવાદ શહેરમાં બુધવારના રોજ સવારે ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં એસ્પાયર-2 નામની બિલ્ડીંગના બાંધકામ સાઈડ પર 13માં માળેથી માચડો તૂટી જતા 8 જેટલા મજૂરો નીચે પડ્યા હતા. આ ઘટનામાં સાત મજૂરોના મૃત્યુ થયા હતા. જ્યારે એક મજૂર ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
સીસીટીવી ફૂટેજ જોઈને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે. મિત્રો બુધવારના રોજ સર્જાયેલી આ ગંભીર અકસ્માતની ઘટનાની જાણ પોલીસ અને ફાયર વિભાગની ટીમને કરવામાં આવી ન હતી. પરંતુ મીડિયા દ્વારા આ ઘટનાની જાણ થાય વિભાગની ટીમ અને પોલીસને થઈ હતી. હાલમાં વાયરલ થયેલા ઘટનાના સીસીટીવી ફૂટેજ માં તમે જોઈ શકો છો કે, છઠ્ઠા માળેથી બે મજૂરો નીચે પડે છે.
જેમાંથી એક મજૂરનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું અને એક ઇજાગ્રસ્ત થયો હતો. સાઈડ પર કામ કરી રહેલા એક મજૂરે જણાવ્યું કે, જ્યારે કામ ચાલી રહ્યું હતું ત્યારે માચડો તૂટવાના કારણે 8 મજૂર નીચે પડ્યા હતા. આ ઘટનામાં છ મજૂર બેઝમેન્ટમાં પડ્યા હતા અને બે મજૂર ગ્રાઉન્ડ ફ્લોર પર પડ્યા હતા. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પડેલા મજૂરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.
સમગ્ર ઘટના બન્યા બાદ શરૂઆતમાં તો 2 લોકોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. 15 મિનિટ બાદ અન્ય ચાર લોકોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. આ દરમિયાન જાણ થઈ કે બે લોકો તો બેઝમેન્ટમાં ફસાયા છે. બંનેને બચાવવા માટે લોકો બેઝમેન્ટમાં પહોંચ્યા ત્યારે બેઝમેન્ટમાં પાણી ભરાયેલું હતું. ત્યારબાદ પંપ દ્વારા પાણી બહાર કાઢવામાં આવ્યું ત્યારે અન્ય બે મજૂરો મળી આવ્યા હતા.
પોલીસે કોન્ટ્રાક્ટર સૌરભ કમલેશકુમાર શાહ, પેટા કોન્ટ્રાક્ટર દિનેશકુમાર મણીલાલ પ્રજાપતિ તથા નેમિષ કિરીટભાઈ પટેલ સામે સાઅપરાધન મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે. ત્રણેય આરોપીની અટકાયત કરીને તેમની વિરુદ્ધ કલમ 304, 114 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે.
અમદાવાદમાં બિલ્ડીંગ ઉપરથી નીચે પડેલા મજૂરોના CCTV સામે આવ્યા, ઘટનાના LIVE દ્રશ્યો જોઈને કાળજુ કંપની જશે… pic.twitter.com/fwZcx65yV2
— GUJJU ROCKZ (@gujju_rockz) September 16, 2022
આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો દાખલ કર્યો છે. પોલીસે કોન્ટ્રાક્ટર સૌરભ કમલેશકુમાર શાહ, બિલ્ડીંગ ના પેટા કોન્ટ્રાક્ટર દિનેશકુમાર મણીલાલ પ્રજાપતિ અને નિમેષ કિરીટભાઈ પટેલ સામે સાઅપરાધન મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે. પોલીસે આ ત્રણેય આરોપીઓની અટકાયત કરીને તેમના વિરોધમાં 304,114 મુજબ ફરિયાદ નોંધાવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment