આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે શુક્રવારના રોજ સવારે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક કાર નદીમાં પલટી ખાઈ ગઈ હતી. આ ઘટનામાં કારમાં સવાર 9 લોકોના કરુણ મૃત્યુ નીપજ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ઉત્તરાખંડના રામનગરમાં શુક્રવારના રોજ સવારે 5.45 વાગ્યે પર્યટકોની કાર ઢેલા નદીમાં પલટી ખાઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર પુલ ઉપરથી પાણી પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન કારચાલક પુલ પસાર કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ પાણીનો પ્રવાહ વધારે હોવાના કારણે કારનો સંતુલન બગડે છે અને કાર નદીમાં ખાબકે છે.
મળતી માહિતી અનુસાર આ ઘટનામાં એક યુવતી અને એક બાળકને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે આ ઘટનામાં નવ લોકોના કરુણ મૃત્યુ નીપજ્યા છે. મળતી માહિતી અનુસાર કારમાં સવાર તમામ લોકો ઢેલાના એક રિસોર્ટમાં રોકાયા હતા. તમામ ઓર્કેસ્ટ્રા ગ્રુપ સાથે જોડાયેલા હતા અને કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યાં હતા.
મળતી માહિતી અનુસાર ભારે વરસાદના કારણે નદીમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાયતી આ કારણોસર આ ગંભીર દુર્ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 45 વર્ષીય જૈકબ, 35 વર્ષીય ઇકબાલ, હિના, સપના, અમનદીપસિંહ, માહી અને આશિયા નામના લોકોના મૃત્યુ થયા છે.
મળતી માહિતી અનુસાર આ ઘટના શુક્રવારના રોજ સવારે 5.45 વાગ્યાની આસપાસ બની હતી. મળતી માહિતી અનુસાર નદીના જોરદાર પ્રવાહમાં કાર તણાઈ ગઈ હતી. આ સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
મૃત્યુ પામેલા લોકોના મૃત દેને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના બનવાના કારણે મૃતકના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલા મોટેભાગના લોકો પંજાબના રહેવાસી હતા. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં બે લોકોનો જીવ બચી ગયો છે. આ સમગ્ર ઘટના કારચાલકની બેદરકારીના કારણે બની છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment