સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર એક કાર સામેથી આવતા ટ્રેલર સાથે અથડાતા ગંભીર અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ઘટના આટલી ગંભીર હતી કે કારમાં સવાર 3 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ગંભીર અકસ્માતની ઘટના જાલોરમાંથી સામે આવી રહી છે. અકસ્માતની ઘટનામાં વિરમદેવ સરકારી કોલેજના વિદ્યાર્થી સંઘ પ્રમુખ સહિત 3 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો છે.
અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, જાલોર કોલેજના વિદ્યાર્થી સંઘના પ્રમુખ કાલુસિંહ ભાટી તેમના સાથીદારો સાથે કાર લઈને અહોર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન જાલોર-અહોર રોડ ઉપર તેમની કાર એક ટ્રેલર સાથે અથડાઈ હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે કાર સંપૂર્ણ રીતે ભાંગીને ભુક્કો થઈ ગઈ હતી. અકસ્માતની ઘટનામાં વિદ્યાર્થી સંઘના પ્રમુખ કાલુસિંહ ભાટી, કરણસિંહ અને કૈલાશ ચૌધરી નામના યુવકે ઘટના સ્થળે જ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાની જાણ મૃતકોના પરિવારજનોને થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ગંભીર અકસ્માતની ઘટનાના કારણે થોડાક સમય માટે હાઇવે રોડ બ્લોક થઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રેલર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
પોલીસે ટ્રેલર કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માત ઓવર સ્પીડના કારણે થયો છે. રસ્તામાં વળાંક પર અચાનક જ ટ્રેલર આવ્યું જેના કારણે કાર ઝાલા કે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment