સુરતમાં રાત્રે ઊંઘમાં સુઈ રહેલા પરિવાર સાથે કંઈક એવું બન્યું કે…પરિવારની 14 વર્ષની દીકરીનું રિબાઈ રિબાઈને મોત…

Published on: 12:28 pm, Sun, 29 January 23

સુરતમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. આ ઘટનામાં સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં વડોદ ગામે રાત્રે ઘરમાં સુતા પરિવાર સાથે કંઈક એવું બન્યું કે સાંભળીને તમારા પણ રુવાટા બેઠા થઈ જશે. મળતી માહિતી અનુસાર રાત્રે જ્યારે પરિવારના સભ્યો નીંદર કરી રહ્યા હતા. ત્યારે એલપીજી ગેસ સિલિન્ડર લીકેજ થયો હતો.

જેના કારણે ગેસના ગુંગળામણન કારણે સુઈ રહેલા પરિવારના સભ્યો બેભાન થઈ ગયા હતા. આ ઘટનામાં એક 14 વર્ષની બાળકી એ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે પરિવારના તમામ સભ્યોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત શહેરના વડોદ ગામમાં રહેતું પરિવાર રાત્રે સૂતું હતું. ત્યારે અચાનક જ ગેસ લીકેજ થયો હતો જેના કારણે આખું પરિવાર બેભાન થઈ ગયું હતું. પરિવારની મહિલા ઘરકામ કરવા માટે દરરોજ વહેલી જાગતી હતી. પરંતુ આજ રોજ સવારે મહિલા વહેલી સવારે ન ઉઠતા પડોશીઓએ તેમનો દરવાજો ખખડાવ્યો હતો.

પરંતુ કોઈએ દરવાજો ખોલ્યો નહીં. જેથી વડોસીઓને શંકા ગઈ હતી કે કેમ આ મહિલા આજે ઉઠતી નથી. ત્યારબાદ પડોશીઓએ મળીને ઘરનો દરવાજો તોડ્યો હતો. ત્યારે જાણવા મળ્યું કે ગેસ લીકેજ થવાની કારણે આખું પરિવાર જમીન પર બેભાન અવસ્થામાં મળી આવ્યું હતું.

ત્યારબાદ પરિવારના તમામ સભ્યોને સારવાર માટે તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ડોક્ટરે પરિવારના તમામ સભ્યોની તપાસ કરી આબાદ પરિવારની 14 વર્ષની દીકરીને મૃત જાહેર કરી હતી. હાલમાં હોસ્પિટલમાં ત્રણ બાળકો અને એક મહિલાની સારવાર ચાલુ છે.

14 વર્ષની દીકરીનું મૃત્યુ થતાં જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. રાત્રે અચાનક જ ગેસ કયા કારણોસર લીકેજ થયો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પોલીસે હાલમાં સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો