તણખલાની જેમ પાણીમાં તણાઈ ગયેલી કાર પહાડ પરથી નીચે પડી, ડ્રાઇવરને ઉતાવળ કરવી પડી ગઈ ભારે…વીડિયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે

મિત્રો તમે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. ઘણા એવા વિડિયો હશે જે જોઈને તમે હસી પડતા હશો અથવા તો ઘણા વીડિયો જોઈને તમે ચોકી ગયા હશો. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો જોઈને તમારો પણ શ્વાસ અધ્ધર થઈ જશે. મિત્રો તમને બધાને ખબર હશે કે ઘણી વખત આપણી ઉતાવળ આપણને ખૂબ જ ભારે પડી જતી હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક કાર ચાલકને ઉતાવળ કરવી ભારે પડી જાય છે.

અરુણાચલ પ્રદેશના નાઈટ પોઇન્ટ નજીક દોઈમુખ-હોઝ રોડ પર એક મહેન્દ્રા સ્કોર્પિયો કાર રોડ પરથી પહાડ પરથી નીચે પડી હતી. આ ઘટનાનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના શુક્રવારના રોજ બપોરે લગભગ ચાર પાંચ વાગ્યાની આસપાસ બની હતી.

અહીં ધોધમાર વરસાદના કારણે રસ્તા ઉપરથી પાણી વહેતા થવા લાગ્યા હતા. પોલીસના સૂત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે કે, આ ઘટનામાં કોઈ પણ મોટી જાનહાની થઈ નથી. કારના ડ્રાઇવર નો પણ બચાવ થયો છે. આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં જ પોલીસની ટીમે ઘટના સ્થળે ની મુલાકાત લીધી હતી અને સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેવી રીતે પાણીના જોરદાર પ્રવાહ વચ્ચે એક સ્કોર્પિયો કાર તણખલાની જેમ તણાઈને પહાડ પરથી નીચે ખાબકે છે. આ ઘટનામાં કારનો ડ્રાઇવર યોગ્ય સમયે કારમાંથી બહાર નીકળી જાય છે તેથી તેનો બચાવ થાય છે.

આ ઘટનાનો વિડીયો અન્ય કારમાં બેઠેલા એક વ્યક્તિએ પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યો હતો. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મિત્રો કારચાલકની ઉતાવળ ના કારણે આ ઘટના બની હતી તેવું કહેવામાં આવી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*