આપણને બધાને ખબર છે કે માં મોગલને અઢારે વરણની માતા કહેવામાં આવે છે. ત્યારે માં મોગલના પરચા પણ અપરંપાર રહ્યા છે. જો કોઈપણ ભક્ત માં મોગલના દર્શને આવે તો ખાલી માં મોગલના દર્શન કરવાથી જ તેમના દુઃખ દૂર થઈ જાય છે. સાચા દિલથી જો માં મોગલને માનો તો તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે.
ભક્તોની બધી જ મનોકામનાઓ પણ માં મોગલ પૂર્ણ કરે છે. માં મોગલે ની:સંતાન દંપતીઓના ઘરે 25 વર્ષ બાદ પણ દીકરા આપ્યા છે. ત્યારે હાલમાં તેઓ જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક બહેન પોતાની માનતા પૂરી કરવા માટે માં મોગલ ધામ એટલે કે, કચ્છમાં આવેલા માં મોગલના મંદિર કબરાઉ ધામ પહોંચ્યા હતા.
અહીં મણીધર બાપુ સાક્ષાત બિરાજમાન છે. આ બહેને કબરાઉધામ માં મોગલ ના દર્શન કર્યા અને મણીધર બાપુના આશીર્વાદ લીધા હતા. ત્યારે મણીધર બાપુએ પૂછ્યું કે, બેટા તારે શેની માનતા હતી. ત્યારે બહેન કહે છે કે, અમે માં મોગલ ઉપર વિશ્વાસ રાખ્યો એટલે માં મોગલ એ અમને લગ્નના 23 વર્ષ બાદ દીકરો દીધો છે.
તેથી અમે અમારી માનતા પૂરી કરવા માટે અહીં આવ્યા છીએ. ત્યારબાદ મણીધર બાપુ દીકરાને તેડીને તેને આશીર્વાદ આપે છે. ત્યારબાદ મણીધર બાપુ દીકરાના પિતાને કહે છે કે, આનું નામ માધવ રાખજો.
મણીધર બાપુએ દીકરાના માતા પિતાને કહ્યું કે, આ કોઈ ચમત્કાર ન માનતા તમે મા મોગલ પર વિશ્વાસ રાખ્યો એનું જ તમને ફળ મળ્યું છે. મણીધર બાપુએ કહ્યું કે મા મોગલના ચરણે આવેલા તમામ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને મા મોગલ ઉપર વિશ્વાસ રાખશો તો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment