સુરતના દિવસેને દિવસે લૂંટની ઘટનાઓ વધી રહી છે. ત્યારે સુરતના કોસાડ રેલવે સ્ટેશન નજીક એક શ્રમિક પાસેથી કેટલાક અજાણ્યા વ્યક્તિઓ દ્વારા 200 રૂપિયાની લૂંટ સાથે શ્રમિકના પહેરેલા કપડા પણ લઈ ગયા. ઇજાગ્રસ્ત હાલતમાં પડેલા આધેડને 9 કલાક બાદ આજરોજ સવારે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
સારવારમાં ખબર પડી કે શ્રમિકના શરીર ઉપર પ્રહારના અગણિત નિશાન હતા અને શ્રમિકની બંને આંખમાં ઇજા પણ પહોંચી હતી. આ ઉપરાંત શ્રમિક એ કહ્યું કે હું તો નશાની હાલતમાં હતો. લુંટેરાઓ મારી પાસેથી રૂપિયા જ નહીં પરંતુ મારા કપડાં પણ લઈ ગયા હતા.
મળતી માહિતી અનુસાર સમિતિનું નામ રાજુ હળપતિ નાયક છે. મળતી માહિતી અનુસાર રાજુ અમરોલી-કોસાડ વચ્ચેની અંજની ઇન્ડસ્ટ્રીના રક સંચા ખાતામાં કારીગર તરીકે કામ કરે છે. અને રાજુ નજીકના તુલસી એપાર્ટમેન્ટ માં પોતાના દસ મિત્રો સાથે રહેતો હતો.
મળતી માહિતી અનુસાર તે છ મહિના પહેલાં જ પોતાના બટન ઓડીશાથી સુરત પરત રોજગારી માટે આવ્યો હતો. મળતી માહિતી મુજબ રાજુ શુક્રવારના રોજ દારૂના નશામાં પોતાના ઘરે જઈ રહ્યું હતું. ત્યારે કોસાડ રેલવે ટ્રેક નજીક બે અજાણ્યા શખ્સો દ્વારા રાજુની ધુંલાઈ કરવામાં આવી હતી.
સુરતના કોસાડ રેલવે ટ્રેક સ્ટેશન નજીક એક શ્રમિકની ધોલાઈ કરીને, લુટેરાઓ દ્વારા શ્રમિક પાસેથી રોકડાની સાથે કપડાની પણ લૂંટ કરી… pic.twitter.com/Q4kCTmM3KW
— GUJJU ROCKZ (@gujju_rockz) October 16, 2021
આ ઉપરાંત તેઓએ રાજુના ખિસ્સામાંથી રોકડા રૂપિયા 200 પાર્ટી લીધા હતા અને રાજુએ પહેરેલા કપડાં પણ ઉતારી ને પોતાની સાથે લઈ ગયા હતા. અને રાજુને ઈજાગ્રસ્ત હાલતમાં ત્યાં જ મૂકીને ચાલ્યા ગયા હતા.
રાજુ આખી રાત ઈજાગ્રસ્ત હાલતમાં રેલવે ટ્રેકની આજુબાજુ પડી રહ્યો હતો. ત્યારે સવારે કોઇ વ્યક્તિની નજર રાજુ પર પડતાં તેને રાજુ ના શરીર પર કપડાનો ટુકડો નાખ્યું અને તેને સારવાર માટે 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!`
Be the first to comment