આજે આપણે ગુજરાતના એક મંદિરની વાત કરવાના છીએ. કહેવાય છે કે, આ મંદિરમાં ચોખાનું દાન કરવાથી જન્મો જનમની ગરીબી દૂર થઈ જાય છે! આપણે સૌ જાણતા જઈશું કે દ્વારકાધીશના મંદિરમાં ચોખાનું દાન કરવામાં આવે છે. ચાલો આજે આપણે જાણીએ અહીં શા માટે ચોખાનું દાન કરવામાં આવે છે.
કહેવાય છે કે દ્વારકા નગરી શ્રીકૃષ્ણની અંતિમ નિવાસ ભૂમિ છે, જ્યાં દ્વારકાધીશે અનેક લીલાઓ કરેલી છે. આ ભૂમિમાં ભગવાન દ્વારકાધીશ સુદામા, પાંડવ દ્રૌપદી અને નરસિંહ મહેતાના વ્હારે પહોંચ્યા છે. દ્વારકા તો મોટેભાગના લોકો ગયા હશે પરંતુ તેમાંથી ઘણા ઓછા લોકો જાણતા હશે કે દ્વારકા ત્રણ ભાગમાં વહેંચાયેલું છે.
મૂળ દ્વારકા, બેટ દ્વારકા અને ગોમતી દ્વારકા. મૂળ દ્વારકાને સુદામાપૂરી પણ કહેવામાં આવે છે. કારણકે અહીં સુદામા રહેતા હતા. બેટ દ્વારકાને ભગવાનનું નિવાસ સ્થાન કહેવામાં આવે છે, અહીં તેઓ આઠ પટરાણીઓ સાથે રહેતા હતા.
ગોમતી દ્વારકા માંથી ભગવાન શ્રી કૃષ્ણ રાજ કરતા હતા. આપણે ઘણા લોકોને બેટ દ્વારકાને ભેટ દ્વારકા કહેતા પણ સાંભળ્યું હશે. કારણ કે અહીં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના મિત્ર સુદામાને અમૂલ્ય ભેટ આપી હતી.
દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાની મૂર્તિની પૂજા થાય છે. અહીં ભક્તો દ્વારા ચોખાનું દાન કરવામાં આવે છે. એવી માન્યતા છે કે અહીં જો ચોખાનું દાન કરવામાં આવે તો જન્મો સુધીની ગરીબી દૂર થઈ જાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment