બિઝનેસમેને કોલ્ડ્રિંક્સમાં ઝેરી દવા ભેળવીને પીને પોતાનું જીવન ટૂંકાવ્યું, મૃત્યુના 10 દિવસ બાદ બન્યું એવું કે… જુઓ લાઈવ સુસાઇડનો વિડીયો…

આજકાલ જીવ ટુંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે થોડા દિવસ પહેલા એક જીવ ટુંકાવાની ઘટના બની હતી. આ ઘટનામાં એક પ્રોપર્ટી ડેવલોપરે કોલડ્રીંક્સમાં ઝેરી દવા નાખીને પી ગયા હતા. આ કારણોસર તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. તેમના મૃત્યુના 10 દિવસ બાદ તેમના મોબાઇલમાંથી સુસાઇડનો વિડીયો મળી આવ્યો હતો.

જેના કારણે આ કેસને લઈને એક નવો વળાંક સામે આવ્યો છે. સુસાઇડ નોટમાં મૃત્યુ પામેલા વ્યક્તિએ પોતાના બિઝનેસ પાર્ટનર પર પૈસા હડફવાનો આરોપ લગાવ્યો છે. મળતી માહિતી અનુસાર પ્રોપર્ટી ડેવલપરે ઝેરી દવા પીતો એક વિડીયો બનાવ્યો છે. આ વિડીયો સામે આવતા જ પોલીસ સ્ટેશનમાં મૃત્યુ પામેલા વ્યક્તિના બંને બિઝનેસ પાર્ટનર સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ રાજુ શર્મા હતું અને તેની ઉંમર 41 વર્ષની હતી. રાજુ શર્માએ 9 ઓગસ્ટના રોજ પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ તેમની તબિયત અચાનક બગડી ગઈ હતી. તેથી પરિવારના લોકો તેમને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગયા હતા.

જ્યાં સારવાર દરમિયાન રાજુ શર્માનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસને તપાસ દરમિયાન રાજુ શર્માના રૂમમાંથી એક ઝેરી દવાનું પાઉચ મળી આવ્યું હતું. રાજુ શર્માના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયું હતું.

આ ઘટના જયપુરમાં બની હતી. પોતાના ભાઈઓની યાદ તાજા કરવા માટે તેના ભાઈએ જગદીશે રાજુ શર્મા નો મોબાઇલ ચેક કર્યો હતો. આ દરમિયાન તેમને મોબાઇલમાંથી એક વિડીયો મળી આવ્યો હતો. આ વિડીયો જોઈને તેઓ ચોકી ઉઠ્યા હતા.

વિડીયોમાં રાજુ શર્માએ જણાવ્યું હતું કે, તેઓ તેના બિઝનેસ પાર્ટનર બનવારીલાલ અને ગણેશથી પરેશાન હતા. તેના પાર્ટનરે તેના બધા પૈસા ખાઈ ગયા હતા, તેઓ આરોપ રાજુ શર્માએ મૂક્યો હતો. ત્યારબાદ આ વિડીયો લઈને જગદીશભાઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. વીડિયોના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વિડીયોના આધારે પોલીસે રાજુ શર્માના બંને પાર્ટનારો સામે કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*