ચાલતી બસમાં હાર્ટ એટેક આવતા બસના ડ્રાઇવરનું દુઃખદ નિધન… પરિવારના સભ્યોનું હૈયાફાટ રૂદન…

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં હાર્ટ એટેક આવવાના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. આ ઘટનામાં ચાલુ બસમાં બસના ડ્રાઇવરનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. ચાલુ બસમાં અચાનક જ ડ્રાઇવરની તબિયત બગાડતા બસના કંડક્ટરે યોગ્ય સમયે બ્રેક લગાવી દીધી હતી.

જેના કારણે કોઈ મોટી દુર્ઘટના બની નથી. પરંતુ આ ઘટનામાં બસના ડ્રાઇવરનું હાર્ટ એટેક આવવાથી મોત થયું હતું. આ ઘટના બની ત્યારે બસમાં 35 જેટલા મુસાફરો સવાર હતા. આ ઘટના રાજસ્થાનના જેસલમેરમાંથી સામે આવી રહી છે.

ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, મૃત્યુ પામેલા બસના ડ્રાઇવરનું નામ રચીપાલસિંહ હતું અને તેમની ઉંમર 50 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર તેઓ બસ લઈને લગભગ સાંજના સાડા ચાર વાગ્યાની આસપાસ નીકળ્યા હતા. આ દરમિયાન સાડા પાંચ વાગ્યાની આસપાસ રસ્તામાં અચાનક જ ચાલુ બસમાં તેમની તબિયત બગાડવા લાગી હતી.

તેમને સૌપ્રથમ છાતીમાં પીડા થઇ હતી અને ત્યારબાદ તેઓ બેભાન થઈ ગયા હતા. આ દરમિયાન બસના કંડક્ટરે યોગ્ય સમયે બ્રેક લગાવી દીધી હતી. જેના કારણે બસ ઊભી રહી ગઈ હતી. પછી એમ્બ્યુલન્સને બોલાવીને બસના ડ્રાઇવરને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

અહીં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે ડ્રાઇવરની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના બનતા જ બસ ડ્રાઈવરના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને વધુમાં તપાસ શરૂ કરી દીધી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*