હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટના સાંભળીને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે. શનિવારના રોજ તુર્કીમાં એક ભયંકર માર્ગ અકસ્માતની ઘટના બની હતી. બધી માહિતી અનુસાર શનિવારના રોજ અહીંના ગાઝીયનતાપ શહેરમાં શનિવારના રોજ એક કાર પલટી ખાઈ ગઈ હતી.
આ કારની અંદર ચાર લોકો સવાર હતા. તેઓ આ અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બનતા જ પોલીસ અને એમ્બ્યુલન્સ ની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ ઉપરાંત આજુબાજુના ઘણા બધા લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.
કારમાં રહેલા ઇજાગ્રસ્ત લોકોને પ્રાથમિક સારવાર આપી એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરવાની તૈયારીઓ ચાલી રહી હતી. આ દરમિયાન કંઈક એવું બન્યું કે કોઈએ વિચાર્યું પણ નહીં હોય. આ દરમિયાન એક બેકાબુ બનેલી બસ ત્યાં આવી પહોંચી હતી. લોકો કાંઈ સમજે તે પહેલા તો ત્યાં હાજર લોકોને બસે કચડી નાખ્યા હતા.
ઘણા લોકો પોતાનો જીવ બચાવવા માટે આમતેમ ભાગ્યા હતા. આ બેકાબૂ બસે કેટલાક વાહનોને પણ અડફેટેમાં લીધા હતા. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં 34 જેટલા લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 29 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ગંભીર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
હાલમાં આ ગંભીર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ જોઈને ભલભલા લોકોના રુવાટા ઉભા થઈ ગયા છે. ઘટનાના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકો છો કે, કેવી રીતે પૂરતા ઝડપે આવી રહેલી એક બેકાબૂ બસ ત્યાં હાજર લોકોની ભીડમાં ઘૂસી ગઈ હતી.
Gaziantep’teki elim kazadan sonra bir feci kaza da Mardin Derik’te oldu!
Ölenlere rahmet, ailelerine sabır diliyoruz.🙏😔 pic.twitter.com/1eRgYSnI8f
— Profesorfacia (@Profesorfacia) August 20, 2022
આ બસે ત્યાં હાજર મોટેભાગના લોકોને અડફેટેમાં લીધા હતા. આ ગંભીર અકસ્માતની ઘટનામાં 34 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. આ ગંભીર અકસ્માતની ઘટનાનો વિડીયો ટ્વિટર પર Profesorfacia નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment