ઘણા સમય પહેલા બનેલી એક ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આપણી સમક્ષ દિવસેને દિવસે ઘણી ચોંકાવનારી ઘટનાઓ સામે આવતી હોય છે તે પૈકીની આજે આપણે એક એવી જ ઘટના વિશે વાત કરીશું જેમાં એક યુવકે કાકા ની દીકરી બહેનની ચિંતા ઉપર સુઈને પોતાનો જીવ આપી દીધો.. માહિતી મળ્યા અનુસાર કાકા ની દીકરી કૂવામાં પડી જવાથી મૃત્યુ થયું હતું.
જ્યારે એ સમાચાર મળ્યા કે 430 દૂર આવેલા તેના પિતરાઈ ભાઈ તેના ઘરે આવ્યો હતો અને સીધો સ્મશાન ઘાટ પર પહોંચી ગયો. એટલું જ નહીં પરંતુ બહેનની સળગતી ચિતાને પગે લાગીને ત્યાં જ સુઈ ગયો અને એ આગમાં સળગી જવાથી તેણે પણ જીવ ગુમાવ્યો. આ ઘટના વિશે વિસ્તૃતમાં વાત કરીશ તો મધ્યપ્રદેશની અંદર આવેલા સાગર નગર મુજવા નામના ગામની અંદર 21 વર્ષની જ્યોતિ નામની યુવતી કે જે પુરવાના દિવસે સાંજના છ વાગ્યાની આસપાસ ખેતરે જવા નીકળી હતી.
આ જ્યોતિના મોટાભાઈ શેરસિંહ ઠાકોરે પણ કહ્યું હતું કે ખેતરે શાકભાજી આવ્યા છે અને તેના કારણે જ્યોતિ સાંજે શાકભાજી લેવા માટે ગઈ હતી. મોડે સુધી ઘરે ન આવતા સૌ કોઈ વિચાર્યું કે તે તેની બહેનપણી ના ઘરે ગઈ હશે. છતાં પણ 12:00 વાગી જતા ન આવી અને તેની શોધખોળ શરૂ કરી હતી.
એવામાં જ એ જ્યોતિની શુક્રવારના દિવસે સવારના 9 વાગ્યાની આસપાસ પિતા ભોલેસિંહ ખેતરે ગયા ત્યારે તેમને શંકા ગઈ તો જોયું તો જ્યોતિ કુવામાં પડી હતી. તરત જ તેમણે એ મોટર લગાવી કૂવો ખાલી કરાવ્યો અને જેવા જ્યોતિના કપડા દેખાયા કે તરત જ પોલીસને જાણ કરાતા ની સાથે જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
પોલીસે જ્યોતિના મૃતદેહને કુવા માંથી તાત્કાલિક ધોરણે બહાર કાઢી અને તેને પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપી. આ જ્યોતિના મૃત્યુ અંગે જ્યારે તેના કાકા ના દીકરા કરણ ને જાણ થઈ ત્યારે તે તરત જ બાઈક ઉપર થી જતી ન ઘરે આવવા નીકળી ગયો. પરંતુ ત્યારે પોસ્ટમોર્ટમ કર્યા પછી જ્યોતિ ને મૃતદેહને તેમના પરિવારને સોંપી દેવામાં આપ્યો હતો અને અંતે સૌ કોઈ પરિવારના લોકોને ગામના લોકો બધા સ્મશાન ઘાટ પર અંતિમ સંસ્કાર કરવા નીકળી ગયા હતા.
અંતિમ સંસ્કાર કર્યા બાદ ગામના દરેક લોકોએ પોતાના ઘરે પાછા આવી ગયા. ત્યારબાદ કાકાનો દીકરો ઠાકોર ત્યાં આવી પહોંચ્યો અને ગામના લોકોએ જણાવ્યું હતું કે જ્યોતિની ચિતાની પાસે તેનો ભાઈ કરણ ઠાકોર સળગેલી હાલતમાં પડ્યો હતો. માહિતી મળ્યા અનુસાર પોલીસ અધિકારે જિલ્લાના ખલઘાટ ગામે રહેતા તેના પિતા ઉદયસિંહને પણ જાણ કરી.
તેને પણ બચાવવા માટે ઘણા પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા પરંતુ અંતે હોસ્પિટલ ખસેડવામાં આવતા રસ્તામાં જ તેમનું મૃત્યુ થઈ ગયો. કરણના મૃત દેને પણ પોતાના પરિવારને સોંપી પરિવારના લોકોએ તેના પણ ભારે હૈયે અંતિમ સંસ્કાર પણ કર્યા હતા. ખૂબ જ કરુણ ભરી ઘટના વિશે કહીએ તો બંને ભાઈ બહેને એક જ દિવસે જીવ ગુમાવ્યો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment