સાળીના લગ્નમાં ડાન્સ કરતા કરતા જીજાજીનું અચાનક જ કરુણ મોત… જુઓ મોતનો લાઇવ વિડિયો…

દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં ડાન્સ કરતી વખતે એક યુવકના મોત થવાની ઘટના સામે આવી રહી છે. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જાણવા મળી રહ્યું છે કે સાળીના લગ્નના રિસેપ્શનમાં ડાન્સ કરતી વખતે જીજાજીનું મોત થયું હતું.

આ ઘટના બનતા જ લગ્નની ખુશીઓમાં માતમ છવાઈ ગયો હતો. યુવક તેની પત્ની સાથે ડીજેના તાલ પર મન મૂકીને ડાન્સ કરી રહ્યો હતો. આ દરમિયાન અચાનક જ યુવક ફ્લોર પર પડી ગયો હતો અને બેભાન થઈ ગયો હતો. પછી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

પરંતુ ત્યાં સુધીમાં તો યુવકનું મોત થઈ ગયું હતું. આ દુઃખદ ઘટના રાજસ્થાનના પાલીમાંથી સામે આવી રહી છે.વિગતવાર વાત કરે તો મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ પુરણ સિંધડીયા હતું અને તેમની ઉંમર 30 વર્ષની હતી. પુરણ પોતાની પત્ની સાથે લગ્નમાં ડાન્સ કરી રહ્યો હતો.

ત્યારે અચાનક જ તે બેભાન થઈને જમીન પર ઢળી પડ્યો હતો. આ ઘટના બનતા જ આસપાસના લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા. પછી પુરણને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પુરણની સાળીના લગ્ન નું રિસેપ્શન હતું.

તેમાં પુરણ ડાન્સ કરી રહ્યો હતો. આ દરમિયાન તેની સાથે આ ઘટના બની હતી. આ ઘટના બનતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે, પુરાણનું મોત સાઇલેન્ટ હાર્ટ એટેક આવવાના કારણે થયું છે. આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*