આજકાલ ચોરીની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે સુરત શહેરમાં બનેલી વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. સુરતના લાલ દરવાજા નજીક આવેલા રતી પાર્ક એપાર્ટમેન્ટ માં એક મકાનમાં ચોરીની ઘટના બની છે. ચોરોએ મકાનમાંથી 10 લાખ રૂપિયાની કિંમતનું 21 તોલા સોનું અને 1 કિલો ચાંદીના દાગીનાની ચોરી કરી હતી.
આ ઘટના બનતા જ પોલીસ દોડતી થઇ ગઇ હતી. ચોરીની ઘટના બનતા જ સોસાયટીમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. ઘટનાની જાણ થતાં મહિધરપુરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
સુરતમાં બંધ મકાનના તૂટ્યા તાળા, ચોરોએ ઘરમાંથી 21 તોલા સોના અને 1કિલો ચાંદીના દાગીનાની કરી ચોરી… pic.twitter.com/KYZXsldJaA
— GUJJU ROCKZ (@gujju_rockz) December 22, 2021
મળતી માહિતી અનુસાર ઘરના માલિકે જણાવ્યું કે, આ ઘટના દિવસ દરમિયાન બની હતી. મારી પત્ની છેલ્લા એક મહિનાથી બંને બાળકોને લઈને પિયર માતાની દેખરેખ માટે ગઈ છે. અને હું ઘરે એકલો રહું છું.
મળતી માહિતી અનુસાર ચોરોએ ઘરનાં મુખ્ય દરવાજાનના નકુશા સાથે તાળું તોડી નાખ્યું હતું અને ઘરમાં ઘૂસી ગયા હતા. ત્યારબાદ ઘરમાં બેડરૂમના કબાટને તાળું તોડ્યું અને કબાટમાં મુકેલા 21 તોલા સોનાના દાગીના અને 1 કિલો ચાંદીના દાગીના ચોરી ગયા હતા. જેમાં ત્રણ મંગળસૂત્ર, બે ચેઇન, બંગડી, લકી, પેન્ડલ અને સોનાના સેટ સહિતની વસ્તુઓની ચોરી થઈ હતી.
આ ઘટના બનતા જ ઘરના માલિકે ઘટનાની જાણ થતા તાત્કાલીક પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતાં મહિધરપુરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી સમગ્ર ઘટનાને લઇને ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment