ઉત્તરપ્રદેશના કુશીનગરના નોરંગિયા ગામમાં એક દુઃખદાયક ઘટના બની હતી. અહીં કૂવામાં થયેલી દુર્ઘટનામાં 13 મહિલાઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. તેમાં 21 વર્ષની પૂજા યાદવ પણ સામેલ હતી. યુપીની આ બહાદુર દીકરી હવે આપણી વચ્ચે નથી રહી.
પરંતુ રાત્રિના સમયે બનેલી દુર્ઘટનામાં દીકરીએ પોતાની હિંમત બતાવી છે જેની ચર્ચા હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ચાલી રહી છે. મૃત્યુ પામેલી પૂજા યાદવ સેનામાં ભરતી થવાની તૈયારી કરી રહી હતી. સિલેક્શન પહેલા જ દે જિંદગીની જંગ હારી ગઈ છે.
પરંતુ આ બાળકીની બહાદુરીને કારણે પાંચ લોકોનો જીવ બચી ગયો છે જેમાં બે બાળકોનો સમાવેશ થાય છે. મળતી માહિતી અનુસાર ઘટનામાં ડૂબનારાઓમાં પૂજા સાથે તેની માતા પણ હતી. પૂજા યાદવ એ સૌ પ્રથમ પોતાની માતાને ડૂબવાથી બચાવી લીધી હતી.
ત્યારબાદ પૂજા યાદવે એક એક કરીને અન્ય ચારલોકો નો જીવ બચાવી લીધો હતો. જ્યારે પૂજા યાદવ છઠ્ઠા વ્યક્તિનો જીવ બચાવવા જતી હતી ત્યારે તે પણ કુવામાં પડી ગઈ હતી અને તેનું આ ઘટનામાં કરૂણ મૃત્યુ થયું હતું.
મળતી માહિતી અનુસાર જ્યારે પૂજા યાદવ છઠ્ઠા વ્યક્તિને બચાવવા ગઈ ત્યારે તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું હતું અને એ કૂવામાં પડીને ડૂબી ગઈ હતી. આ ઘટનામાં કુલ 13 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
ઘટના બન્યા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાને લઈને પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું. હાલમાં સોશિયલ મીડિયામાં આ બહાદુર દીકરીની વાહ વાહ થઈ રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment