હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. જાણવા મળી રહ્યું છે કે આ ઘટનામાં એક બોયફ્રેન્ડે પોતાની ગર્લફ્રેન્ડનો જીવ લઇ લીધો છે. વિગતવાર વાત કરીએ તો 8 જુલાઈ 2023ના રોજ આ ઘટના મધ્યપ્રદેશના અશોકનગરમાં બની હતી. મળતી માહિતી અનુસાર રાત્રીના સમયે પચબાવડી ગામના લોકો સૂતા હતા.
ત્યારે અચાનક જ જોરદાર અવાજ આવ્યો હતો. જેથી ગામના કેટલાક લોકો જાગી ગયા હતા અને તેઓ પોતાના ઘરની બહાર નીકળ્યા હતા. ત્યારે તે લોકોને એવું લાગ્યું કે કોઈ તોફાની વ્યક્તિએ રાત્રે ફટાકડો ફોડ્યો હશે. પરંતુ થોડીક વાર પછી ગામની બહાર આવેલા મંદિરની બાજુમાંથી ચીસોનો અવાજ સંભળાયો હતો.
જેના કારણે ગામના લોકો તરત જ દોડીને મંદિર તરફ ગયા હતા. ત્યાં જઈને જોયું ત્યારે ગામની 19 વર્ષની રાધિકા નામની દીકરી મંદિરમાં ઇજાગ્રસ્ત હાલતમાં પડેલી હતી. જાણવા મળી રહ્યું હતું કે રાધિકાનો જીવ લઈ લેવામાં આવ્યો છે. રાધિકાનો જીવ બીજા કોઈએ નહિ પરંતુ તેના બોયફ્રેન્ડએ જ લીધો હતો, બંને એકબીજાને છેલ્લા ચાર વર્ષથી ઓળખતા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે બોયફ્રેન્ડને શંકા હતી કે રાધિકા તેની સાથે છેતરપિંડી કરી રહી છે. મળતી માહિતી અનુસાર બંને અડધી રાત્રે મંદિરમાં મળ્યા હતા. આ દરમિયાન પ્રેમીએ રાધિકાને પૂછ્યું હતું કે, શું તું કોઈ બીજાને પ્રેમ કરે છો, રાધિકા કાંઈ બોલે તે પહેલા તો આરોપી પ્રેમી એ તેના ઉપર ગોળી ચલાવી દીધી હતી.
ત્યારબાદ આ ઘટનાની જાણ ગામના લોકોને થઈ હતી, પછી ઘટનાની જાણ રાધિકાના પિતાને કરવામાં આવી હતી. ગામના લોકો કાંઈ સમજે તે પહેલા રાધિકા નું મોત થઈ ગયું હતું. જાણવા મળી રહ્યું છે કે આ ઘટના 8 જુલાઈના રોજ રાત્રે 12:00 વાગ્યાની આસપાસ બની હતી. આ ઘટનામાં મૃત્યુ પામેલી રાધિકાનો બોયફ્રેન્ડ પણ ઇજાગ્રસ્ત થયો છે, તેની હાલમાં હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment