સુપ્રીમ કોર્ટના એક રિપોર્ટ ને લઈને ભાજપ સરકાર અને દિલ્હી સરકાર વચ્ચે તકરાર ચાલુ થઈ ગઈ. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જરૂરિયાતથી વધુ એટલે કે ચાર ગણો ઓક્સિજન માંગ્યો હતો. તેના કારણે બીજા 12 રાજ્યોમાં ઓક્સિજન સપ્લાય અછત પડી હતી.
આ રિપોર્ટ સામે આવ્યા બાદ ભાજપના પ્રવક્તા દ્વારા પાત્રાએ કોન્ફરન્સ કરી ત્યારે કહ્યું કે અરવિંદ કેજરીવાલના જૂઠ બોલવા ના કારણે દેશમાં 12 રાજ્યો અને ઓક્સિજનની અછત પડી છે. આ કોન્ફરન્સમાં 20-25 મિનિટ બાદ જ દિલ્હીના DYCM મનીષ સિસોદિયાએ કહ્યું કે આવા કોઈ પણ પ્રકારના રિપોર્ટ જ નથી.
આ રિપોર્ટ ભારતીય જનતા પાર્ટી દ્વારા બનાવવામાં આવ્યો હોય તેવું લાગે છે. પાત્રાએ કહ્યું કે “દિલ્હીમાં ઓક્સિજનને લઈને રાજનીતિ થઇ રહી છે, તેનો એક રિપોર્ટ પણ સામે આવ્યો છે.
કોરોના ની બીજી લહેર માં દિલ્હીમાં તબાહી મચાવી હતી. પરંતુ અરવિંદ કેજરીવાલ તેમની રાજનીતિ કરી રહ્યા છે. તે બધું આજે બહાર આવ્યું છે.
દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે જેટલા ઓક્સિજનની ડિમાન્ડ હતી તેટલુ ઓક્સિજન પણ કેન્દ્ર સરકારે સપ્લાય કર્યું જ નથી. સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવેલ એક હાલના રિપોર્ટમાં આ વાત સામે આવી હતી કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાની જરૂરિયાતથી વધારે ચાર ગણું ઓક્સિજન માંગ્યું હતું.
આ ઉપરાંત મનીષ સિસોદિયાએ કહ્યું કે ભાજપ ખોટું બોલી રહે છે. આવો રિપોર્ટ આવ્યો ક્યાંથી? હું સામે ચાલીને કહું છું કે ભાજપ દ્વારા આવો કોઈ રિપોર્ટ સામે લાવવામાં આવે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment