હાલમાં બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં બોલેરો કાર 30 ફુટ ઉંડા કુવામાં પડી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 7 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ગંભીર અકસ્માતની ઘટના બુધવારના રોજ મોડી રાત્રે બની હતી. ત્યારે ગુરૂવારના રોજ સવારે બોલેરો કારને કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી.
આ અકસ્માતની ઘટનામાં ત્રણ બાઈક સવારો પણ ઇજાગ્રસ્ત થયા હતા. આ ગંભીર અકસ્માતની ઘટના છિંદવાડામાં બની હતી. મળતી માહિતી અનુસાર બુધવારના રોજ રાત્રે લગભગ એક વાગ્યાની આસપાસ બોલેરો કારમાં સવાર થઈને જાનૈયાઓ ઘરે પરત ફરી રહ્યા હતા.
આ દરમિયાન સામેથી આવી રહેલી બાઈકને બચાવવા જતાં બોલેરો કાર ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવ્યો હતો. બોલેરો કાર બેકાબુ થઇને રોડની બાજુમાં આવેલા એક ખેતરનાં કુવામાં પડી ગઈ હતી. આ ઘટનામાં આગળની સીટમાં બેઠેલા 3 વર્ષના બાળક સહિત 7 લોકોના કરૂણ મૃત્યુ થયા હતા.
આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એક જ સાથે સાત લોકોના કરૂણ મૃત્યુ થતાં મૃતકના પરિવાર અને ગામના લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ અકસ્માતની ઘટનામાં બાઇક પર સવાર ત્રણ લોકો પણ ઇજાગ્રસ્ત થયા. આજરોજ સવારે બોલેરો કારને કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી.
મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી. આ ઘટનામાં 21 વર્ષીય દીપ્પુ, 32 વર્ષીય અજય, 19 વર્ષીય સચિન, 40 વર્ષે રાજકુમાર, 31 વર્ષીય સાગર, 35 વર્ષીય રણજીત અને રામનાસ નામના યુવકનું કરુણ મૃત્યુ થયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment