સુરતમાં વરસાદે ગાભા કાઢી નાખ્યા… કામરેજમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો, હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ…

Published on: 10:09 am, Fri, 17 June 22

છેલ્લા થોડા દિવસોથી ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે આવી સુરત શહેરમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી લીધી છે. સુરત જિલ્લાના કામરેજમાં 2.5 ઈંચથી પણ વધારે વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદ પડવાના કારણે કામરેજની સોસાયટીઓમાં પાણી ભરાઇ ગયું છે અને રસ્તા પર પાણીની રેલમછેલ થઈ ગઈ છે.

રોડ પર પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. સુરતમાં આજરોજ વહેલી સવારે જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

સુરતમાં અત્યાર સુધીમાં સૌથી વધારે વરસાદ કામરેજમાં નોંધાયો છે. કામરેજ ગામ માં પસાર થતાં સર્વિસ રોડ પર પાણી ભરાઇ ગયા હતા. જેથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક વાહનો તો ભારે વરસાદમાં બંધ થઈ ગયા હતા.

આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ, સૌરાષ્ટ્રના પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી અને ભરૂચમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી પાંચ દિવસ ધોધમાર વરસાદ પડી શકે છે. ગુજરાત રાજ્યમાં અનેક વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઇ ગયું છે. જ્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસમાં અનેક વિસ્તારોમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થશે અને અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં વરસાદે ગાભા કાઢી નાખ્યા… કામરેજમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો, હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ…"

Leave a comment

Your email address will not be published.


*