મોડી રાત્રે બનેલી એક દર્દનાક અને ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ઉત્તરપ્રદેશના સિદ્ધાર્થનગરના જોગીયા કોતવાલી વિસ્તારમાં મોડી રાત્રે બંધ પડેલા ટ્રેલરની પાછળ જાનૈયાઓથી ભરેલી બોલેરો કાર ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં 8 જાનૈયાઓના કરૂણ મૃત્યુ નિપજ્યા છે. જ્યારે અકસ્માતની ઘટના બની ત્યારે બોલેરોમાં 11 લોકો સવાર હતા.
તેમાંથી 8 લોકોના મૃત્યુ થયા છે અને 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતની ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બોલેરો કારનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ભાંગીને ભુક્કો થઈ ગયો હતો.
આ અકસ્માતની ઘટના બન્યા બાદ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ પોતાનું દુખ વ્યક્ત કર્યું છે. અકસ્માતના પગલે સમગ્ર વિસ્તારમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર શનિવારના રોજ કોતવાલ વિસ્તારમાં એક ગામમાં જાન ગઈ હતી.
લગભગ મોડી રાત્રે 1.00 થી 1.30 વાગ્યાની આસપાસ જાનૈયાઓ બોલેરો કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ખરાબ થઈ ગયેલા ટ્રેલર પાછળ બોલેરો કાર ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.
ઉપરાંત પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ લગ્નની ખુશી માં માતમ છવાઇ ગયો હતો.
અકસ્માતના પગલે મૃતકના પરિવારજનો અને ગામના લોકોમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતે મૃત્યુ નો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતના કારણે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે ટ્રાફિક જામ દૂર કરીને વાહન વ્યવહાર ફરીથી શરૂ કર્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment