સુરતમાં માતા અને 2 વર્ષની માસૂમ દીકરીનું મૃતદેહ તાપી નદીમાંથી મળી આવ્યું – જાણો ચોંકાવનારી ઘટના…

સુરત શહેરમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ સુરત શહેરમાં મધર્સ ડેના દિવસે તાપી નદીમાંથી એક માતા અને તેની બે વર્ષની દીકરીનું મૃતદેહ મળી આવતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર દયાળજી બાગ પાસે તાપી નદીમાંથી માતા અને તેની દીકરીનું મૃતદેહ મળી આવ્યું હતું.

કોઇ રાહદારીની નજર પડતા તેને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ નદીમાંથી મહિલા અને બાળકીના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યું હતું. મહિલા જ્યારે પોતાની દીકરીને લઈને ઘરેથી નીકળી ત્યારે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી મહિલાનું નામ દિપાલી અને મૃત્યુ પામેલી બે વર્ષની દીકરીનું નામ ક્રિષા હતું. આ ઘટનાની જાણ થતાં પરિવારના લોકો સિવિલ હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઇને પિયર પક્ષે જણાવ્યું કે, પારિવારિક માથાકુટમાં કારણે આ પગલું ભર્યું હોય એવું અમને લાગે છે.

મળતી માહિતી અનુસાર સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા કરાડ રોડ પ્રયોશા પાર્ક ખાતે ખાતે રહેતી 26 વર્ષીય દિપાલી નામની મહિલા 7 તારીખના રોજ પોતાની બે વર્ષની દીકરી ક્રિષા સાથે અગમ્ય કારણોસર ઘરેથી નીકળી ગઈ હતી. ત્યાર બાદ પરિવારજનોએ માતા અને દીકરી ની ગુમ થવાની ફરિયાદ ડિંડોલી પોલીસ મથકમાં નોંધાવી હતી.

પોલીસે ફરિયાદના આધારે માતા અને દીકરીની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે આજરોજ તાપી નદીમાંથી દુપટ્ટા સાથે બાંધેલા માતા અને દીકરીનું મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં મૃત્યુ પામેલા દિપાલીનો પતિ સાગર અને પરિવારના લોકો સિવિલ હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. દિપાલી અને સાગરના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા.

લગ્ન બાદ સતત બંને વચ્ચે નાની નાની વાતમાં માથાકૂટ થતી રહેતી હતી. મળતી માહિતી અનુસાર સાગરના પરિવારના સભ્યો સાથે દિલવાલે ખુશ ન હોય તેવું જાણવા મળ્યું હતું. પારિવારિક માથાકુટમાં કારણે દિપાલીએ આ પગલું ભર્યું હશે હાલમાં તેવી આશંકાઓ કરવામાં આવી રહી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*