દિનેશ કાર્તિકને વર્લ્ડકપની ટીમમાં નહી લે તો રોહિત શર્મા અને કોચ દ્રવિડે રાજીનામુ આપી BCCI બંધ કરાવી દેવું જોઈએ- કોણે કરી માંગ?

Published on: 2:50 pm, Mon, 9 May 22

IPL 2022માં રવિવારના રોજ બપોરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદની વાનખેડે સ્ટેડિયમમાં 3.30 વાગે મેચ હતી. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પ્લેઓફ માટે એક પગલું આગળ વધવા માટે આ મેચ જીતી ખૂબ જ જરૂરી હતી.

આ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલોર હૈદરાબાદને 67 રનથી હરાવી દીધી હતી. આ મેચમાં બેંગ્લોરની બેટિંગ લાઇન ખૂબ જ સારી ચાલી હતી. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કપ્તાન ફાફ ડુ પ્લેસિસે 73 રન બનાવ્યા હતા. આ ઉપરાંત રજત પાટીદારે 48 રન, મેક્સવેલે 33 રન અને દિનેશ કાર્તિકે માત્ર 8 બોલમાં 30 રન બનાવ્યા હતા.

હાલમાં સોશિયલ મીડિયામાં દિનેશ કાર્તિકની આ ધમાકેદાર બેટિંગની ચારેબાજુ ચર્ચાઓ ચાલી રહી છે. દિનેશ કાર્તિકની આ ધમાકેદાર બેટિંગ બાદ સોશિયલ મીડિયામાં એક અનોખી જ્યોત જોવા મળી છે. સોશિયલ મીડિયામાં ચારેબાજુ દિનેશ કાર્તિકની ધમાકેદાર બેટીંગના વખાણ થઇ રહ્યા છે.

દિનેશ કાર્તિકે આ મેચમાં માત્ર 8 બોલમાં 4 છગ્ગા અને 1 ચોગ્ગો ફટકાર્યો હતો. દિનેશ કાર્તિકની ધૂંઆધાર બેટિંગ બાદ આવનારા T20 વર્લ્ડ કપની ટીમમાં દિનેશ કાર્તિકની સ્થાન મળે તે માટે જોરદાર માંગ ઉઠી રહી છે.

ચાહકોનું કહેવું છે કે, જો T20 વર્લ્ડ કપની ટીમમાં દિનેશ કાર્તિકને સ્થાન આપવામાં નહીં આવે તો ઇન્ડિયન ટીમના કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડને રાજીનામું આપી દેવું જોઈએ. ચારે બાજુ સોશિયલ મીડિયામાં દિનેશ કાર્તિકને T 20 વર્લ્ડ કપમાં લેવાની માંગ ચાલી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દિનેશ કાર્તિકને વર્લ્ડકપની ટીમમાં નહી લે તો રોહિત શર્મા અને કોચ દ્રવિડે રાજીનામુ આપી BCCI બંધ કરાવી દેવું જોઈએ- કોણે કરી માંગ?"

Leave a comment

Your email address will not be published.


*