હાલમાં અમદાવાદમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદમાં ત્રણ દિવસ પહેલા ગુમ થયેલી નર્સનું મૃતદેહ એસએમએસ હોસ્પિટલના સાતમાં મળે થી લટકતી હાલતમાં મળી આવ્યું છે. આ ઘટના બનતા જ હોસ્પિટલમાં ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે યુવતીએ સુસાઇડ કર્યું હશે.
મૃત્યુ પામેલી યુવતી પાસેથી એક સોસાયટી નોટ પણ મળી આવી છે. જેમાં તેને પ્રેમ પ્રકરણમાં આ પગલું ભર્યું છે તેવો ઉલ્લેખ કર્યો છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલ નર્સનું નામ જીમીબેન પરમાર હતું અને તેઓ 12 તારીખના રોજ ગુમ થયા હતા અને 15 જાન્યુઆરીના રોજ તેમનું મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યું હતું.
દીકરીના મૃત્યુ બાદ પરિવારના લોકોએ હોસ્પિટલ તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે. 12 જાન્યુઆરીના રોજ જ્યારે જીમીબેન ગુમ થયા ત્યારે હોસ્પિટલ તંત્રએ પરિવારના લોકોને જાણ કરી હતી કે જીમીબેન હોસ્પિટલમાં નથી. ત્યારબાદ પરિવારના લોકોએ હોસ્પિટલ સિવાય અન્ય જગ્યાએ દિકરી ની શોધ ખોળ કરી હતી પરંતુ દીકરીનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો ન હતો.
15 તારીખ એટલે કે વાસી ઉતરાયણના દિવસે જીમીબેનનું મૃતદેહ એસએમએસ હોસ્પિટલમાંથી લટકતી હાલતમાં સાતમા માળેથી મળી આવ્યું હતું. ત્યારબાદ હોસ્પિટલના તંત્રએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જીમીબેન ના ભાઈએ આ ઘટના અંગે જણાવ્યું હતું કે, અમને 12 તારીખના રોજ અઢી વાગ્યાની આસપાસ ફોન આવ્યો હતો કે જીમીબેન હોસ્પિટલમાં નથી તમે તાત્કાલિક અહીં આવી જાવ. અમે ત્યાં પહોંચ્યા ત્યારે તેમને જણાવ્યું હતું કે તેઓ બે કલાકથી હોસ્પિટલમાં નથી. જેથી અમારી જવાબદારી છે કે તમને જાણ કરીએ.
મેં જ્યારે તે લોકોને કેમેરા ચેક કરવાનું કહ્યું ત્યારે તેમને કહ્યું કે અમારા સીસીટીવી કેમેરા નથી ચાલી રહ્યા. તો મેં એમને સવાલ કર્યો કે તો તમે કેવી રીતે તપાસ કરી? ત્યારે તેમને જણાવ્યું કે, હોસ્પિટલના અમે તમામ બાથરૂમ, રૂમ ચેક કરી છે. પરંતુ ક્યાંય તે નથી. પરંતુ એક સિક્યુરિટી ગાર્ડ એ તેમને બહાર જતા જોયા છે. જેથી અમે અમારી બહેનની શોધખોળ હોસ્પિટલની બહાર કરી હતી.
મેં જ્યારે તે લોકોને કેમેરા ચેક કરવાનું કહ્યું ત્યારે તેમને કહ્યું કે અમારા સીસીટીવી કેમેરા નથી ચાલી રહ્યા. તો મેં એમને સવાલ કર્યો કે તો તમે કેવી રીતે તપાસ કરી? ત્યારે તેમને જણાવ્યું કે, હોસ્પિટલના અમે તમામ બાથરૂમ, રૂમ ચેક કરી છે. પરંતુ ક્યાંય તે નથી. પરંતુ એક સિક્યુરિટી ગાર્ડ એ તેમને બહાર જતા જોયા છે. જેથી અમે અમારી બહેનની શોધખોળ હોસ્પિટલની બહાર કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment