પંચમહાલ જિલ્લામાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પંચમહાલ જિલ્લાના શહેરાની પાનમ કેનાલમાંથી એક યુવક અને યુવતીને મૃતદેહ મળી આવતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર યુવક અને યુવતી કરાટે ટ્રેનર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
બંનેના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા અને ત્યાર બાદ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મૃત્યુ પામેલા યુવક અને યુવતીના નામ સામે આવ્યા છે. મૃત્યુ પામેલા યુવકનું નામ ગૌરાંગ છે. તેની ઉંમર 22 વર્ષની હતી. જ્યારે મૃત્યુ પામેલી યુવતીનું નામ ધ્વનિ છે.
તેની ઉંમર પણ 22 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર મહિસાગર જિલ્લાની રહેવાસી ધ્વનિ રાબેતા મુજબ ગુરુવારે 11 વાગ્યે પોતાના ઘરેથી સોનેલાવ ગામની શાળામાં કરાટેની તાલીમ આપવા માટે જવાનું કહીને ઘરેથી નીકળી હતી. મળતી માહિતી અનુસાર ગુરુવારે લગભગ સાંજે 5.30 વાગ્યાની આસપાસ ધ્વનિના પિતા પર ધ્વનિના મિત્રનો ફોન આવ્યો હતો. મિત્રે કહ્યું હતું કે, તમારી દીકરીનું ટુ વ્હીલર અને અન્ય કાળા રંગની બાઈક ઊંડારા ગામ પાસે આવેલી કેનાલ પાસે પડેલી છે.
ત્યાર બાદ પિતાએ ધ્વનિને ફોન કર્યો હતો પરંતુ ધ્વનિનો ફોન બંધ આવતો હતો. ત્યાર બાદ તાત્કાલિક પિતા પાનમ કેનાલ પાસે પહોંચ્યા હતા. ત્યાં બે બાઇક પડેલી હતી અને મોટી સંખ્યામાં લોકો એકઠા થયેલા હતા. ત્યાં હાજર એક વ્યક્તિએ જણાવ્યું કે બીજી બાઈક તેમના સંબંધી ગૌરાંગની છે.
મળતી માહિતી મુજબ ગૌરાંગ પણ ઘરેથી કરાટેની તાલીમ આપવા જાઉં છું, તેમ કહીને નીકળ્યો હતો. પરંતુ તે પણ ઘરે પહોંચ્યો નથી. ત્યારે શુક્રવારના રોજ ગૌરાંગ અને ધ્વનિનું મૃતદેહ કેનાલ માંથી મળી આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં બન્નેના પરિવારો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઉપરાંત પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
પોલીસે ગામજનોની મદદથી બંનેના મૃતદેહને કેનાલ માંથી બહાર કાઢ્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બંનેના જીવ જવાના બે કારણો છે. પહેલું બંનેના જીવ લઈને કોઈકે તેમને કેનાલમાં ફેંકી દીધા હશે. અથવા તો બંને એક સાથે કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment