રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. મહાનગરપાલિકાઓની અને નગરપાલિકાની ચૂંટણી 21 ફેબ્રુઆરી અને જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી 28 ફેબ્રુઆરીએ યોજાશે. 5 માર્ચ જિલ્લા અને તાલુકા પંચાયતના પરિણામો જાહેર થશે.
અહીં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. છ મહાનગર પાલિકા, આઠ નગરપાલિકા,31 જીલ્લા પંચાયત,231 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા રાજ્યના નાના મોટા શહેરોમાં ભાજપે પોતાનું શકિત પ્રદર્શન શરૂ કર્યું છે.
અમદાવાદ શહેર ના પૂર્વ વિસ્તારમાં પક્ષ પ્રમુખ પાટિલની ઉપસ્થિતિ માં બે સંમેલનો યોજાયા હતા અને આ સંમેલનમાં ભાજપે શક્તિપ્રદર્શન બતાવી આ વિસ્તારમાં પોતાની હાજરી નોંધાવી હતી.
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા એ મંચ પરથી જણાવ્યું કે.ગુજરાત એપોલો ના પર વિજય મેળવી લીધો છે જ્યારે પાટિલે કહ્યું કે, ચૂંટણી પહેલા જ વિજય સરઘસ નીકળી ગયું છે.
અને આજ કાર્યકરો અને આત્મવિશ્વાસ બતાવે છે અને આવા કાર્યકરોના કારણે જ પ્રમુખને નવી શક્તિઓનો સંચાર થાય છે. જીત હંમેશા તેઓ ની જ થાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment