ભારતમાં ચાર મોટા રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે ત્યારે બંગાળમાં ત્રીજી વખતે મમતા બેનર્જી નો દબદબો દેખાઈ રહ્યો છે. ભારતમાં ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચૂંટણીના પરિણામો આજે આવી રહ્યા છે.
ત્યારે સૌથી વધારે લોકોનું ધ્યાન પશ્ચિમ બંગાળ પર ટકેલું છે. બંગાળમાં માનવામાં આવી રહ્યું હતું કે મમતા બેનરજી અને ભાજપ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે પરંતુ પરિણામોમાં એવું જોવા મળી રહ્યું નથી.
બંગાળ માં મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ આરામથી ત્રીજી વાર સત્તામાં આવશે. જોકે મમતા બેનર્જી માટે ચિંતાની વાત છે તેઓ પોતે જે સીટ પરથી લડ્યા છે.
તે નંદીગ્રામમાં ભાજપ સવારથી આગળ ચાલી રહ્યું છે. ભાજપ માટે સારી વાત એ કહી શકાય કે જે રાજ્યમાં તેમનું અસ્તિત્વ જ ન હતું.
તે રાજ્યમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. લેફ્ટ તથા કોંગ્રેસના વોટ જ તૂટીને ભાજપમાં આવ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે.
જે રાજ્યમાં લેફટ પાર્ટીએ દાયકાઓ સુધી રાજ કર્યું તેમાં લેફટ ને એક બેઠક માત્ર એક બેઠક માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment