કોરોના મહામારી દરમ્યાન વિવિધ જાહેરનામા જાણે કે સામાન્ય પ્રજા માટે જ પ્રસિદ્ધ થયા હોય તેવું લાગી રહ્યું છે.ભાજપના કોઈ નેતા કે કાર્યકરોને આ જાહેરનામાથી કોઈ જ ફરક નથી પડતો તેવું લાગી રહ્યું છે. વિવેકાનંદ જયંતી અંતર્ગત ભાજપ દ્વારા જિલ્લાના તાલુકા મથકો અને ગાંધીનગર શહેરમાં યુવા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યો હતો.
અને ડીજે સાથે નીકળેલી આ રેલીમાં કાર્યકરો હેલ્મેટ પહેરવાની પણ તસ્દી લીધી નથી.રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાયણના તહેવાર માં ડીજે વગાડવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે ત્યારે ભાજપના કાર્યકરોએ કયા નિયમ હેઠળ આ રેલી યોજી તે સમજાતું નથી. માર્ચ મહિનાથી.
કોરોના ઉપર કાબુ મેળવવા વિવિધ કાર્યક્રમો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે ત્યારે સામાજીક અંતર અને માસ્ક ના જાહેરનામાં બહાર પાડી સામાન્ય જનતાને કડકાઈથી અમલવારી માટે ફરજ પાડવામાં આવી રહી છે.સ્વામી વિવેકાનંદ જયંતી નિમિત્તે સમગ્ર જિલ્લામાં યુવા.
ભાજપ દ્વારા યુવા રેલીનું આયોજન કરવામાં આવ્યો હતો. ગાંધીનગર,દહેગામ,કલોલ અને માણસામાં ભાજપના કાર્યકરોએ બાઇક રેલી યોજી હતી જેમાં ડીજેના તાલ સાથે યોજાયેલી આ રેલીમાં કાર્યકરોએ માર્ગો ઉપર બાઇક રેલી દરમિયાન હેલ્મેટ પણ પહેર્યા ન હતા.
સાથે કોરોનાની માર્ગદર્શિકાનું પણ ઉલ્લંઘન કરી રહ્યા હતા.પોલીસને સીસીટીવી કેમેરામાં પણ આ રેલી નહી દેખાય હોય. છેલ્લા થોડા સમયથી સરકાર જાહેરનામા પ્રસિદ્ધ કર્યા છે અને આ જાહેરનામાનો લગ્ન કરવા માટે જાણી ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓને છૂટ આપવામાં આવી હોય.
તેવું લાગી રહ્યું છે.હાલમાં કેન્દ્ર અને રાજ્યમાં સત્તા ભોગવી રહેલી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે પરંતુ હાલ તો મૂંગા મોઢે સહન કરતી પ્રજા પણ આ તમાશો જોઈ રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment