ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો વચ્ચે હલચલ મચી રહી છે ત્યારે ગુજરાતમાં દિવસેને દિવસે આમ આદમી પાર્ટી નો વર્ચસ્વ વધી રહ્યું છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભાજપ ને જબરદસ્ત ટક્કર આપી શકે છે.
ત્યારે સુરતમાં ભાજપે મોટું ઓપરેશન પાર પાડયું છે. મુજબ પાટીદાર આગેવાન ધીરુ ગજેરાની ઘર વાપસી થશે. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભાજપમાં જોડાવા ને લઈને ગજેરાએ કહ્યું હતું કે કોંગ્રેસમાંથી હું 3 વિધાનસભાની ચૂંટણી અને 1 લોકસભાની ચૂંટણી હાર્યો છું.
આ ઉપરાંત ભાજપના ઘણા મિત્રોએ ઘર વાપસી કરવા માટે આગ્રહ કર્યો હતો. આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને સંગઠનથી લઈને કોઈ પણ પ્રકારનો સહકાર મળતો નથી.
જ્યારે ભાજપના કાર્યકર્તાઓ અને ભાજપની અસંતોષ છતાં પણ તેઓ ભાજપ તરફથી કામ કરે છે. ધીરુ ગજેરા નું કહેવું છે કે કોંગ્રેસમાં સંગઠનનો સહકાર ન મળતા તેઓને હાર મળતી હતી.
આ ઉપરાંત તેઓએ કહ્યું કે હું કોઈ શરતો સાથે ભાજપમાં નથી આવ્યો. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે મને ભારતીય જનતા પાર્ટી છે કામ સોંપશે છે તે જ કરીશ. અને મને ટિકિટ આપવી કે ન આપવી તે પાર્ટી ભારતીય જનતા પાર્ટી નો અધિકાર છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment