કોરોના ના કપરા સમયમાં રાજકીય પક્ષો હજુ પણ રાજકારણ રમવામાં થી ઊંચા નથી આવતા અને રાજ્યના લોકો કોરોના ની કાયમી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જેમાં ભાજપના કાર્યકર્તાઓ ઠેર-ઠેર બંગાળ માં થયેલી ઘટનાઓ ના વિરોધમાં ધરણા કર્યા છે.
અમદાવાદમાં ભાજપના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આમ તો ભાજપના કાર્યકરોએ સામાજિક અંતર જાળવી હતું પણ કેસ વધે છે તેવા સમયે વિરોધ પ્રદર્શન કરવું કેટલું યોગ્ય છે તે પણ સવાલો ઉઠી રહ્યા છે.
કોરોના મહામારીમાં લગ્ન પ્રસંગમાં 50 વ્યક્તિઓને હાજર રહેવાની મંજૂરી અપાય છે. જો એકાદ વ્યક્તિ પણ લગ્ન પ્રસંગમાં વધી જાય તો સરકાર કાર્યવાહી કરે છે.
ત્યારે શું સરકાર ભાજપના કાર્યકર સામે કાર્યવાહી કરશે કે કેમ તે પણ સવાલ ઉઠી રહ્યા છે. રાજ્યમાં જ્યારે મોંઘવારી વધતી જતી હોય છે ત્યારે સામાન્ય નાગરિકો વિરોધ કરતા હોય છે.
તો તેઓની ધરપકડ થતી હોય છે તો શું અત્યારે ભાજપના કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવશે કે નહીં તે સવાલો દરેક લોકોના મનમાં છે. ભાજપના કાર્યકર્તાઓ રાજકીય કાર્યક્રમ પ્રતિબંધ હોવા છતાં ધરણા કરવા બેઠા છે.
ત્યારે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ભાજપના કાર્યકર્તા રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી ની વાતનું માનતા નથી. ભાજપના કાર્યકર્તાઓ જ ભાજપના ઉચ્ચ નેતાઓનું માનતા નથી તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment