ગુજરાતમાં હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાનો વધુ એક કિસ્સો સામે આવી રહ્યો છે. આ ઘટનામાં સુરેન્દ્રનગરના પાટડીમાં શહેર ભાજપ પ્રમુખ અને નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ ઠાકોરનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.
મૃત્યુ પામેલા રાજુભાઈની ઉંમર 39 વર્ષ હતી. નાની ઉંમરે મોત થતા જ પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટનાની માહિતી મળ્યા બાદ ધારાસભ્યો સહિત ભાજપના નેતાઓ રાજુભાઈ ઠાકોરના ઘરે પહોંચ્યા હતા અને અહીં તેમને રાજુભાઈ ઠાકોરના પરિવારજનો સાંત્વના પાઠવી હતી.
ઘટનાને લઈને વિગતવાર વાત કર્યો તો રાજુભાઈ બુધવારના રોજ પોતાના મિત્રો સાથે વાતચીત કર્યા બાદ મોડીરાત્રે ઘરે પહોંચ્યા હતા. ઘરે પહોંચ્યા બાદ અચાનક જ તેમને શરીરમાં દુખાવો ઉપડ્યો હતો. ત્યારબાદ તેઓ પોતાની બાઈક લઈને પાટડી સરકારી હોસ્પિટલમાં દવા લેવા માટે પહોંચી ગયા હતા.
અહીં હોસ્પિટલમાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારે તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા, પછી તેમની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તેમનું મોત થઈ ગયું છે. રાજુભાઈના મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યોમાં માતમ છવાઈ ગયો હતો.
રાજુભાઈ ઠાકોરની વાત કરીએ તો તેઓ સેવાભાવી અને હસમુખા હતા. રાજુભાઈની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રાજુભાઈના મૃત્યુના સમાચાર મળ્યા બાદ દસાડા ધારાસભ્ય પી.કે.પરમાર, પાટડી નગરપાલિકાના પ્રમુખ મોલેશ પારીખ, ભાજપના પૂર્વ પ્રમુખ દિલીપ પટેલ, કારોબારી ચેરમેન ચેતન શેઠ સહિતના આગેવાનો તેમના ઘરે પહોંચ્યા હતા.
આ ઉપરાંત ઠાકોર સમાજના આગેવાનો અને રાજુભાઈના મિત્રો પણ તેમના ઘરે પહોંચ્યા હતા. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો છે. થોડાક દિવસ પહેલા આવી જાય કે ઘટના બની હતી આ ઘટનામાં પાટડી શહેરના ભાજપ યુવા પ્રમુખ નરેન્દ્ર ગઢવી નું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું, તેમનું નિધન પણ નાની વયે થયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment