દિલ્હી સરકારના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા આજે ગુજરાત આવ્યા છે. આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવી અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ મનીષ સિસોદિયાનું સ્વાગત કર્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર મનીષ સિસોદિયાએ મીડિયા મિત્રો સાથે વાત કરતા જણાવ્યું કે, હું વારંવાર ગુજરાત આવું છું તો મારી અંદર વધુને વધુ સંકલ્પ પેદા થાય છે કે મારે ગુજરાતની શાળાઓ કામ કરવાનું છે. ગુજરાતના દરેક બાળકો માટે સારામાં સારી શાળાઓ હોવી જોઈએ. ગુજરાતના લોકોને અને ખાસ કરીને બાળકોના વાલીઓને આશા જાગે છે કે દિલ્હીમાં દરેક બાળકો માટે શાનદાર સ્કૂલો છે તો ગુજરાતમાં પણ હવે હોવી જોઈએ અને એ પાંચ વર્ષમાં થઈ શકે છે.
વધુમાં વાત કરતાં મનીષ સિસોદિયાએ જણાવ્યું કે ભાજપ એ 27 વર્ષમાં શિક્ષણ મુદ્દે કાંઈ કર્યું નથી. આજે ગુજરાતના લોકો શિક્ષણના મુદ્દે વોટ આપવા માટે તૈયાર છે અને એટલા જ માટે ભાજપના લોકો CBI અને એડીનો દુરુપયોગ કરીને મને ગુજરાતમાં આવવાથી રોકવા માગે છે. પરંતુ સચ્ચાઈમાં તાકાત હોય છે અને અંતમાં સચ્ચાઈની જીત થાય છે. મનીષ સિસોદિયા એ જણાવ્યું કે ભાજપના બધા જ ષડયંત્ર નકામ થશે અને ગુજરાતમાં પણ આ વખતે એવી સરકાર બનશે જે અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં ગુજરાતની દરેક શાળાઓને શાનદાર બનાવશે અને દરેક બાળકોને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપશે.
વધુમાં વાત કરતા મનીષ સિસોદિયા જણાવે છે કે ભાજપ જે રીતે ED અને સીબીઆઈને દૂર ઉપયોગ કરી રહે છે એ વાત કોઈનાથી છુપી નથી. છેલ્લા બે મહિનાથી મારા ઘરમાં રેડ પાડી બધી તપાસ કરી, બેંકના બધા લોકર તપાસીયા, ગામડે જઈને મારી તપાસ કરી ત્યાં પણ કશું નથી મળ્યું. છતાં પણ મને ગિરફતાર કરવાની તૈયારીઓ ચાલુ છે, મારા વિરુદ્ધ ખોટા કેસ કરવામાં આવી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment