આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન જનરલ સેક્રેટ રાજ્યગુરુ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા જણાવ્યું કે છેલ્લા ઘણા દિવસથી ભાજપ એક નવી મોડસ ઓપરેન્ડી અપનાવી છે. ભાજપની જે રાજ્યમાં સરકાર ન બને ત્યાં સરકાર પાડવાની તેઓએ મોડસ ઓપરેન્ડી અપનાવી છે. ભાજપ દ્વારા હમણાં જ મહારાષ્ટ્ર સરકારને પાડી છે આ પહેલા ભાજપે આસામ અને મધ્યપ્રદેશમાં પણ છે
હવે તેઓ દિલ્હીની ઈમાનદાર પાર્ટી ને પાડવાનું ષડયંત્ર રચી રહ્યા છે તેઓ આક્ષેપ ઇન્દ્રલિન રાજ્યગુરુ એ કર્યો હતો.ગુજરાતમાં વધી રહ્યું છે તેનાથી ભાજપ ડરી રહે છે અને ગુજરાતના દરેક કર્મચારી ખેડૂતો યુવાનો મહિલાઓ વેપારીઓ અરવિંદ કેજરીવાલને ખૂબ જ પ્રેમ આપી રહ્યા છે તેવું ઈન્દ્રનીલ રાજ્યગુરુ એ કહ્યું હતું. ભાજપ અરવિંદ કેજરીવાલ ને ગુજરાત આવવા રોકવા માટે દિલ્હીમાં સરકાર પાડવાની કોશિશ કરી રહ્યા છે.
ઈમાનદાર મનીષ સિસોદિયા જે અરવિંદ કેજરીવાલના અનુયાયી છે તેમને પણ આ ઓફર આપવામાં આવી હતી. મનીષ સિસોદિયાએ ના પાડવાથી ભાજપ સરકારે બીજો રસ્તો અપનાવાનુ વિચારી લીધું.તેઓએ દિલ્હીમાં પણ 40 જેટલા ધારાસભ્યોને 20 20 કરોડની ઓફર કરી છે.અરવિંદ કેજરી વાલે ધારાસભ્યો સાથે મીટીંગ કરી છે અને ત્યાંથી
માહિતી મળી છે કે 62 માંથી 53 ધારાસભ્યો ત્યાં ઉપસ્થિત હતા અને એક સ્પીકર સાહેબ છે તે હાલમાં વિદેશ છે. મનીષ સિસોદિયા હિમાચલ પ્રદેશમાં હતા અને સત્યેન્દ્ર જૈન નું બધા જાણે છે કે ભાજપે ખોટા કેસ કરી જેલમાં નાખ્યા છે આ સિવાય બાકી બચેલા ધારાસભ્યો સાથે ફોનમાં વાત કરી ચર્ચા કરી ભાજપનું ઓપરેશન નિષ્ફળ ગયું છે તેવું ઈન્દ્રનીલ રાજ્યગુરુ એ કહ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment