દિલ્હીના આરોગ્ય મંત્રી મંત્રી સત્યેન્દ્ર જૈનની વધતી જતી મુશ્કેલી વચ્ચેના મહત્વના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર સોમવારે કોલકાતા સ્થિત કંપની સાથે સંબંધિત હવાલા વ્યવહારોના સંદર્ભમાં દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા પાડયા બાદ EDએ નિવેદન આપ્યું હતું કે, દિલ્હીના આરોગ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈન અને તેના સંબંધીના ઘરે ગઈ કાલે દરોડા પાડવામાં આવ્યા હતા.
આ દરમિયાન દરોડામાં 2.80 કરોડની રોકડ અને 133 સોનાના સિક્કા મળ્યા હતા. પરંતુ હકીકત એ છે કે, ED જે સંબંધીની વાત કરે છે તેની સાથે સત્યેન્દ્ર જૈનને કોઈપણ પ્રકારના સંબંધ નથી. મળતી માહિતી અનુસાર મંત્રી સત્યેન્દ્ર જૈનના ઘરેથી 2 લાખ 80 હજાર રૂપિયા મળી આવ્યા હતા. સ્પષ્ટ શબ્દમાં આ વાત EDએ પોતાના રિપોર્ટમાં લખેલી છે.
વધુમાં EDએ પોતાના સ્ટેટમેન્ટમાં લખ્યું હતું કે, સત્યેન્દ્ર જૈનના નજીકનાઓ ને ત્યાં દરોડા પાડવામાં આવ્યા ત્યારે ત્યાં રોકડ રકમ અને સોનું મળ્યું હતું. EDના સ્ટેટમેન્ટમાં લખવામાં આવ્યું હતું કે, આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનના સર્ચ ઓપરેશન દરમિયાન તેમના ઘરેથી કશું મળ્યું હોય તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
પરંતુ હાલમાં સોશિયલ મીડિયામાં વિરોધ પક્ષ દ્વારા કહેવામાં આવી રહ્યું છે જે, દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનના મેથી રોકડ રકમ મળી આવી છે પરંતુ આ બાબત પર ED એ કોઈપણ પ્રકારનું નિવેદન આપ્યું નથી. આમ આદમી પાર્ટીના નેતા ની 30 મેના રોજ મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
ત્યારબાદ 31 મેના રોજ ટ્રાયલ કોર્ટ સત્યેન્દ્ર જૈનને 9 જૂન સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા. EDના દરોડા અંગે આમ આદમી પાર્ટી નું નિવેદન સામે આવ્યું છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યો સૌરભ ભારદ્વાજનું કહેવું છે કે, ‘રાજકીય દોષના કારણે પરિવારને હેરાન પરેશાન કરવાની વાત છે.’
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment