વાપીમાં ભાજપના નેતા શૈલેષ પટેલ ઉપર જાહેરમાં થયું ફાયરિંગ…ત્રણ ગોળી વાગતા ઘટના સ્થળે જ મૃત્યુ…

ગુજરાતમાં દિવસેને દિવસે ગુનાખોરી સતત વધી રહે છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં જીવ લેવાની ઘટના, લૂંટ, ચોરી અને મારામારીના બનાવો સામાન્ય બની ગયા છે. ત્યારે હાલમાં ગુજરાતના વાપીમાં(Vapi) બનેલી એક હચમચાવી દેનારી ઘટના બની છે. વાપીમાં ધોળા દિવસે ભાજપના નેતા ઉપર ફાયરિંગ કરીને તેમનો જીવ લઈ લેવામાં આવ્યો છે. વાપીના રાતા ગામે તાલુકા ભાજપના(BJP) ઉપપ્રમુખ શૈલેષ પટેલનો(BJP leader Shailesh Patel) જાહેરમાં જીવ લઈ લેવામાં આવ્યો છે.

પત્ની મંદિરમાં દર્શન કરવા ગયા ને ગાડીમાં બેસેલા ઉપ પ્રમુખ પર ધડાધડ ફાયરિંગ  શરૂ થયું, ત્રણ ગોળી વાગતા ઘટના સ્થળે જ મોત | While going to visit the  temple with ...

હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપીઓને પકડી પાડવાની કામગીરી શરૂ કરી દીધી છે. મળતી માહિતી અનુસાર ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલ પોતાના પરિવાર સાથે મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા. તેમની પત્ની મંદિરમાં દર્શન કરવા માટે ગઈ હતી, ત્યારે શૈલેષ પટેલ પોતાની કારમાં બેઠેલા હતા.

આ દરમિયાન બાઈક પર આવેલા અજાણ્યા શખ્સોએ શૈલેષ પટેલ પર ફાયરિંગ કરીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારબાદ આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે જૂની અંગત અદાવતને ધ્યાનમાં રાખીને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર શૈલેષ પટેલ પરિવાર સાથે દર્શન કરવા માટે ગયા હતા. તેમની પત્ની દર્શન કરતી હતી ત્યારે તેઓ નીચે રાહ જોઈને ઉભા હતા. આ દરમિયાન બાઇક પર આવેલા ચાર શખ્સોએ ઉપપ્રમુખ શૈલેષ પટેલ ઉપર ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાંથી ત્રણ ગોળી શૈલેષ પટેલને વાગતા જ તેમનું ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું હતું.

આ સમગ્ર ઘટના વાપી તાલુકાના રાતા કોચરવા ખાતે આવેલા શિવ મંદિર પાસે બની હતી. આ ઘટનાની જાણ થતા જ પોલીસ દોડતી થઈ ગઈ હતી. સમગ્ર ઘટના બન્યા બાદ ઇજાગ્રસ્તા હાલતમાં શૈલેષ પટેલને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

જ્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની માહિતી મળતા જ વલસાડ જિલ્લા પોલીસ અને જિલ્લા ભાજપના અગ્રણીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આજુબાજુ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરીને આરોપીને શોધવાની કામગીરી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*